અમદાવાદ(Ahmedabad): ચૂંટણીઓ (Election) નજીક આવે એટલે સરકારી ભરતીની મોટી મોટી જાહેરાતો આપી રાજ્યની ભાજપ (BJP) સરકાર લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત રમી તેમની સાથે મશ્કરી કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના (Congress) મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ (Dr. Manish Doshi) કર્યો હતો.
ડૉ મનીષ દોશીએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ચૂંટણી સમયે ભરતીની જાહેરાતો કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોની સરકાર ક્રુર મશ્કરી કરી રહી છે. દેશમાં બેરોજગાર દર છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ છે. પેપર ફૂટવાની ઘટનો ભાજપ સરકારના શાસનમાં સામાન્ય બની ગઈ છે. વ્યાપક પ્રમાણમાં ભરતી કૌભાંડએ ભાજપની ઓળખ બની ગયું છે. ભાજપ-ભરતી અને ભ્રષ્ટાચાર સાથે ચાલે છે.
શું આ રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ ભણશે ખરા ? ભાજપ સરકારના શિક્ષણમાં ખાનગીકરણને કારણે શિક્ષણ મોંઘું બન્યું – કોંગ્રેસ
અમદાવાદ(Ahmedabad): રાજ્યની ભાજપ સરકાર ઉત્સવો અને તાયફાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. બીજી બાજુ શિક્ષણ વિભાગ માત્ર મોટી મોટી જાહેરાતો કરે છે, હવે સ્કૂલ ઓફ એક્સલન્સના નામે વિશ્વ બેંક પાસેથી 500 મિલિયન ડોલરની લોન લેવા જઈ રહી છે.
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શિક્ષણના ખાનગીકરણ, વ્યાપારીકરણ નીતિને પગલે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું અઘરું બન્યું છે. રાજ્ય સરકારના અનગઢ વહીવટને કારણે કરોડો રૂપિયા તાયફા અને ઉત્સવ પાછળ વેડફવામાં આવી રહ્યા છે. બીજી બાજુ શિક્ષણ વિભાગ વિશ્વ બેંક પાસેથી સ્કૂલ ઓફ એક્સલન્સના નામે 500 મિલિયન ડોલરની લોન લેવા જઈ રહી છે.
આ ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની ગ્રામ્ય વિસ્તારની 6૦૦૦ જેટલી શાળાઓ બંધ કરવામાં આવી છે, જેના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકો શિક્ષણથી વંચિત બની જશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમા 18000 કરતા વધુ ઓરડાઓની ઘટ છે. 31 ટકા સરકારી શાળાઓમાં પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી. શાળાઓમાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે. તેવા સંજોગોમાં શું આ રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ ભણશે ખરા ?