Gujarat

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારના 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) 2022માંં થયેલા કોમી રમખાણો મામલે ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની (Teesta Setalvad) મુંબઈથી (Mumbai) અટકાયત કરી છે. મુંબઈથી અટકાયત કર્યા બાદ તિસ્તાને મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવી હતી. અને રવિવારે સવારે 6 વાગ્યે ATSએ ક્રાઈમ બ્રાન્ચને (Crime Branch) સોંપવામાં આવી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં તેનો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સિવાય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આર બી શ્રીકુમારની પણ ધરપકડ કરી છે. કોર્ટે તિસ્તા અને શ્રીકુમારનાં 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે આજે તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS આર બી શ્રીકુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. તપાસમાં તિસ્તા સહકાર ન આપતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી ડી.પી ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તિસ્તાનો પતિ જાવેદ આનંદ પણ કોર્ટમાં સુનવણી દરમ્યાન હાજર રહ્યા હતા. તિસ્તાએ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સામે કરી દલીલ કરતા કહ્યું કે હું આરોપી નથી. મારા વકીલને મળ્યા બાદ કોર્ટ રૂમમાં જઈશ. મારી સાથે બળજબરી ન કરો. મારા વકીલ સાથે વાત કરવી છે. વધુમાં તિસ્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે  ATS દ્વારા મારો મોબાઈલ ફોન લેવા જેટલો સમય પણ આપ્યો નથી. ATS મારા ઘરમાં ઘૂસી ગઇ અને અમારા ફોન જપ્ત કર્યા મને મારા વકીલ સાથે વાત પણ નથી કરવા દીધી. મારી સાથે ઉગ્ર અને ગેરવર્તન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. ત્યાંથી તિસ્તા સેતલવાડને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્રણ જેટલા વાહનોના કાફલા સાથે તિસ્તાને મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવી હતી. મુંબઈથી અટકાયત બાદ રવિવારે સવારે 6 વાગ્યે તિસ્તાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તિસ્તા સેતલવાડ, આર બી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવવા લાવવામાં આવશે. 2002ના ગોધરાકાંડ (Godhrakand) અંગે આરોપીઓની પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરાશે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવશે. નોંધનીય છે કે 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી. 

એક દિવસ પહેલા, સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા રમખાણોના મામલામાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. સેતલવાડની એનજીઓએ ઝકિયા જાફરીને તેમની કાનૂની લડાઈ દરમિયાન ટેકો આપ્યો હતો. રમખાણો દરમિયાન ઝકિયા જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું. કોર્ટે SITની પ્રશંસા કરી હતી અને કડક ટીપ્પણી કરી હતી કે કાયદા સાથે રમત કરનારા તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે સેતલવાડ સામે વધુ તપાસની જરૂર છે.

2002ના રમખાણ બાદ એફિડેવિટમાં ખોટી સહીઓનો મામલો પણ નોંધાયો છે
ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોધાવેલી ફરિયાદમાં ત્રણ આરોપીઓને દર્શાવાયા છે. ઝકીયા ઝાફરીની અરજીના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ પર નવી ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે. કલમ 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં ખોટા નિવેદનો તથા સોગંદનામા કરવા બદલ જવાબદાર આર બી શ્રીકુમાર, તિસ્તા સેતલવાડ તથા સંજીવ ભટ્ટ સામે પગલા ભરવા આદેશ કર્યો હતો. જેના પગલે આજે અમદાવાદ ક્રાઈમ બ્રન્ચમાં સરકાર તરફે ફરિયાદ દાખલ કરાઈ હતી.

Most Popular

To Top