આજના સમયમાં વિકાસ અને પ્રગતિની ઘણી વાતો થાય છે, પરંતુ સાચી પ્રગતિ ત્યારે શક્ય બને જ્યારે બેટીઓને સમાન શિક્ષણ અને અવસર મળે. બેટી માત્ર પરિવારની શાન નથી, પરંતુ સમાજના ભવિષ્યની મજબૂત નીવ છે. એક શિક્ષિત બેટી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી શકે છે. તે પોતાના અધિકારો સમજે છે, યોગ્ય નિર્ણયો લઈ શકે છે અને પરિવારને સકારાત્મક દિશામાં આગળ ધપાવે છે. બેટીની શિક્ષા કોઈ ખર્ચ નહીં, પરંતુ સૌથી મોટું રોકાણ છે.
એક પિતા તરીકે મારી દીકરી અનશિકા પવન વિશ્વકર્મા જ્યારે નવા શૈક્ષણિક તબક્કામાં પ્રવેશી રહી છે ત્યારે મને વધુ અનુભૂતિ થાય છે કે દરેક દીકરીને શિક્ષણ મળવું કેટલું જરૂરી છે. દીકરીનાં સપનાંઓને પાંખ આપવા માટે શિક્ષણ જ સૌથી મોટું સાધન છે. ચાલો, આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં બેટીની શિક્ષા સાથે સમજૂતી નહીં કરીએ. કારણ કે શિક્ષિત બેટી જ સશક્ત સમાજનું સાચું ભવિષ્ય છે. આ લેખનો હેતુ નાગરિકોમાં જાગૃતિ અને જવાબદારીની ભાવના મજબૂત બનાવવાનો છે. આશા છે કે આ વિચારો વાચકો સુધી પહોંચશે.
સુરત – પવનકુમાર ડી. વિશ્વકર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.