ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનો જન્મ દિવસ શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય એવો ઉદાત્ત ભાવના દાખવીને શિક્ષકોને આદર, પ્રતિષ્ઠા આપી છે. બાળકના ઘડતર, જીવન નિર્માણ માટે માતા-પિતા અને શિક્ષક ત્રણેય મહત્વના છે. શિક્ષક એવું પાત્ર છે કે, તેણે બાળકોને જીવન જીવવાની કળા, શિષ્ટાચાર નમ્રતા, વિવેક, માનવ સમુદાય પ્રત્યે પ્રેમ, આદર આ બધી વાતોનું મહત્વ સમજાવવું જોઈએ. શિક્ષકમાં ગમે એટલો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત, ક્ષમતા હશે. પરંતુ શિક્ષકનો ભાષા, વર્તન સંસ્કારી ન હોય તો બધુ નકામું છે. સાથે સાથે શિક્ષકમા ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકના જીવનમાંથી શીખી શકાય છે. રોટલો કેમ રળવો તે નહી પણ, દરેક કોળીયાને વધુ મીઠો કેમ બનાવવો, તેવી કેળવણી આપવાનું કામ શિક્ષકનું છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું છે કે શિક્ષણ એવી પ્રક્રીયા છે, જેના દ્વારા આપણે આપણી સંસ્કૃતિના મૂલ્યવાન તત્વોની જાળવણી કરીએ છીએ.
સુરત – એનડી.ભામરે- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શિક્ષણ એજ ચિંતન
By
Posted on