National

મની લોન્ડરિંગ મામલે EDની ટીમે કોલકાતામાં છ સ્થળોએ દરોડા પાડ્યા

શિક્ષક ભરતી કૌભાંડ, પશુઓની દાણચોરી અને કોલસા કૌભાંડ (Scam) કેસમાં સીબીઆઈ (CBI) ઉપરાંત ઈડી (ED) અને સીઆઈડી છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળમાં દરોડા પાડી રહી છે. આ સંદર્ભમાં શનિવારે 10 સપ્ટેમ્બરે સવારે ED ટીમે કોલકાતામાં ચાર સ્થળોએ દરોડા (Raid) પાડ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દરોડા મની લોન્ડરિંગ (Money Laundering) માટે કરવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર EDની અલગ-અલગ ટીમો સવારથી કોલકાતાના પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ, ગાર્ડન રીચ અને મોમીનપુરમાં દરોડા પાડી રહી છે. આ ટીમો મોટી સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નોંધનીય છે કે બંગાળમાં છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રીય એજન્સીઓ શિક્ષક કૌભાંડ, પશુઓની દાણચોરી, કોલસાની દાણચોરી તેમજ ચિટ ફંડ કેસમાં દરોડા પાડી રહી છે.

મળતી માહિતી મુજબ EDની ટીમે શનિવારે સવારે સૌથી પહેલા પાર્ક સ્ટ્રીટની બાજુમાં આવેલી મેકલિયોડ સ્ટ્રીટ પરના બે આવાસની તપાસ કરી હતી. ત્યારબાદ EDના અધિકારીઓ 36/1 મેકલિયોડ સ્ટ્રીટ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ વાહિદ રહેમાન નામના વ્યક્તિને શોધી રહી છે. ત્યારબાદ ટીમ 34/A મેકલિયોડ સ્ટ્રીટ ખાતેના નિવાસસ્થાને ગઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટીમે ઘરે હાજર લોકો સાથે વાતચીત કરી હતી. તેમજ આસપાસના લોકો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. EDના અધિકારીઓએ વ્યવસાયે પિતા-પુત્રના વકીલના ઘરે પણ તપાસ કરી હતી. માહિતી અનુસાર EDની ટીમોએ કુલ છ સ્થળોએ દરોડા પાડીને ઘણા બધા રૂપિયા રિકવર કર્યા છે. જેમાંથી સાત કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી છે. બાકીની રકમની ગણતરી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top