નવી દિલ્હી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Film Industry) અને ED (Enforcement Directorate) વચ્ચે હાલ બારમે ચંદ્રમાં ચાલી રહ્યો તેવું લાગી રહ્યું છે. એક બાદ એક બોલિવુડ સુપરસ્ટાર પર ED નજર રાખી બેઠી છે. હાલ બોલિવુડ એક્ટ્રીસ જેક્લિન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) અને નોરા ફતેહી (Nora Fatehi) બાદ હવે સુપર સ્ટાર વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) સાથે પૂછપરછ કરવામાં આવી હતી. બુધવારે EDએ સાઉથ સુપર સ્ટાર વિજય દેવરાકોંડા સાથે 9 કલાક પૂછપરછ કરી હતી તેવા સમાચાર સામે આવી રહ્યા છે. EDએ દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’માં વિદેશી ફંડિંગ (Foreign Funding) મામલે પૂછપરછ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ફિલ્મ ‘લાઇગર’ના ફંડિંગના સંબંધમાં અભિનેતા વિજય દેવેરાકોંડાની પૂછપરછ કરી હતી. વિજયની પૂછપરછ કથિત FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999)ના ઉલ્લંઘન સાથે સંબંધિત કેસમાં કરવામાં આવી હતી. એક્ટર લગભગ સવારે 8 વાગ્યે EDની ઓફિસ પર પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે 17 નવેમ્બરે ફિલ્મના નિર્માતા ચાર્મી કૌર અને નિર્દેશક પુરી જગન્નાધની પણ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન બદલ પૂછપરછ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ વિજય દેવરાકોંડાની પૂછપરછ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે વિજય દેવરાકોંડાએ ‘લાઇગર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ એક તમિળ ફિલ્મની રિમેક છે. તો બીજી તરફ હિન્દીમાં બનેલી આ ફિલ્મનું બજેટ લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વિજય તાજેતરમાં અનન્યા પાંડે સાથે સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ ‘લાઇગર’માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.
EDની પૂછપરછ બાદ વિજયે કહ્યું કે લોકપ્રિયતા મેળવવાની કેટલીક આડઅસર હોય છે
EDની 9 કલાકની પૂછપરછ બાદ વિજય દેવરાકોંડાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ED ઓફિસની બહાર નીકળ્યા બાદ વિજયે કહ્યું હતું કે, ‘લોકપ્રિયતા મેળવવાની કેટલીક આડઅસર અને સમસ્યાઓ પણ હોય છે. વધુમાં તેણે કહ્યું કે મને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યો હતો અને મેં અમારી ફરજ નિભાવી છે, હવે ED મને બીજી વાર નહીં બોલાવે.’
મળતી માહિતી અનુસાર કોંગ્રેસના નેતા બેકા જડસએ આ ફરિયાદ નોંધાવી હતી. તેમણે દાવો કર્યો છે કે કેટલાક રાજનેતાઓએ લાઇગર ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા. આ ફિલ્મમાં રોકાણ કરીને કાળું નાણું સરળતાથી વ્હાઇટમાં ફેરવવામાં આવ્યું છે. ફરિયાદ બાદ EDને શંકા છે કે ઘણી કંપનીઓએ પણ ફિલ્મ મેકર્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. ED ફરિયાદ મુજબ આગળની કાર્યવાહી કરતા EDએ નિર્માતાઓ પાસેથી ફિલ્મમાં રોકાણ કરનારાઓની પેમેન્ટ ડિટેલ માગવામાં આવી છે. આ સાથે નાણાંનો ખર્ચ કેવી રીતે કરવામાં આવ્યો તેની પણ માહિતી માગવામાં આવી છે.
વિજયે થાઈલેન્ડમાં મિક્સ્ડ માર્શલ આર્ટની તાલીમ લીધી હતી
‘લિગર’માં પોતાના પાત્રની તૈયારી કરતી વખતે વિજયે થાઈલેન્ડમાં મિક્સ્ડ માર્શલ આર્ટની તાલીમ લીધી હતી. ફિલ્મનું શૂટિંગ તેલુગુ અને હિન્દીમાં એક સાથે કરવામાં આવ્યું હતું. તેલુગુ ઉપરાંત વિજયે તેની લાઈનોને હિન્દીમાં પણ ડબ કરી હતી. અમેરિકન બોક્સર માઈક ટાયસને આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
દરમિયાન, વિજય 2023 માં રિલીઝ થનારી તેની આગામી અખિલ ભારતીય એક્શન થ્રિલર, ‘જન ગણ મન’ સાથે ભવ્ય પુનરાગમનની રાહ જોઈ રહ્યો છે. ‘અર્જુન રેડ્ડી’ અભિનેતા ટૂંક સમયમાં નિર્દેશક પુરી જગન્નાથ સાથે તેની આગામી ફિલ્મ ‘જન ગણ મન’નું શૂટિંગ શરૂ કરશે.
રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ખુશી’ ટૂંક સમયમાં રિલીઝ થશે
આ ઉપરાંત, વિજય અભિનેત્રી સમન્થા રુથ પ્રભુ સાથે આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ખુશી’માં પણ જોવા મળશે, જે 23 ડિસેમ્બર, 2022ના રોજ થિયેટરોમાં આવવાની તૈયારીમાં છે.