તા. ૩ ડિસેમ્બર ૨૦૨૧ ના ગુજરાતમિત્રમાં ‘ આવકની અસમાનતા, દેશની મુખ્ય સમસ્યા ‘ શીર્ષક હેઠળનું શ્રી હિતેન્દ્ર ભટ્ટનું ચર્ચાપત્ર વાંચ્યુ. તેમણે ફ્કત અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના દાખલા આપ્યા છે.પરંતું આર્થિક અસમાનતા માટે એ સિવાયના અન્ય પરિબળો પણ જવાબદાર છે અને તે છે રાજકારણીઓ, ફિલ્મ અને ટીવીના અભિનેતાઓ અને અભિનેત્રીઓ તથા ક્રિકેટરો.આમાં રાજકારણીઓ સેવક હોવા છતાં નોકરિયાત હોય તે રીતે ફિલ્મ અને ટીવીના અભિનેતાઓ અને અભિનેત્રીઓને જે ચૂકવણું કરવામાં આવે છે ( કરોડોમાં ) તે પણ તેમને મળવું જોઇએ તેના કરતા અનેકગણું વધારે મળે છે. તેવું જ ક્રિકેટરોનું છે. ઘણા બધા ઉદાહરણો આપી શકાય એક કેબીસીના એક એપિસોડ માટે અમિતાભ બચ્ચનને અધધધ કહી શકાય તેટલા પાંચ કરોડ રૂપિયા આપવામાં આવે છે. ઘ્યાનમાં રહે પાંચ કરોડ તો એક જ એપિસોડના છે. જે તે કંપનીની પ્રોડક્ટ મોંઘી થાય છે અને પ્રજા સમસ્તએ મોંઘવારીનો સામનો કરવો પડે છે. આર્થિક અસમાનતા માટે જો ગણવા જોઈએ તો આંગળીના વેઢે ગણી શકાય.
સુરત – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.