Charchapatra

દેશની આર્થિક સ્થિતિ અને ઇલાજો

દૈનિકના નીચેના સમાચારો દેશની નોંધપાત્ર આર્થિક સ્થિતિ સાબિત કરે છે : (1) સંવત 2079માં રોકાણકારોની સંપત્તિમાં વિક્રમ એવો 46 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયેલ છે. (2) ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 17.5 ટકા વધીને 12.37 લાખ કરોડ પર પહોંચેલ છે. (3) વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આપણા દેશનો હાલનો 6થી 6.5 ટકાનો વિકાસનો દર મજબૂત છે. જો કે, આર્થિક નિષ્ણાતોના મતે હાલનો વિકાસ દર દેશમાં પૂરતા રોજગાર નિર્માણ માટે 8.5 ટકાનો હાંસલ કરવો જરૂરી છે.

દિવાળીના દિવસોમાં ચીનના માલનો સ્વયંભૂ બહિષ્કાર કરવાના કારણે આપણા દેશને એક લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયેલ છે. હાલનું વિક્રમ સંવત 2080 બિઝનેસ ક્ષેત્રે ચીનને હંફાવવાની સુવર્ણ તક લઈને આવેલ છે ત્યારે દેશનાં નાગરિકો ધારે તો આર્થિક ક્ષેત્રે ચમત્કાર લાવી શકે છે. દેશનાં મધ્યમ વર્ગનાં નાગરિકો ધારે તો સ્વદેશી ચીજો અપનાવીને વિદેશી ચીજોના વેપારને ફટકો મારી શકશે. વિક્રમ સંવત 2080ના પ્રારંભથી જ વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તો બીજી તરફ આપણા દેશનું અર્થતંત્ર વૈશ્વિક મંદી સામે વળતી લડત આપી રહ્યું હોય એમ લાગે છે.

દેશનાં બજારો મંદીની અસર હેઠળ છે પરંતુ તે સ્થિરતા ટકાવી શક્યા છે જે અભિનંદનને પાત્ર ગણી શકાય. વિદેશી રોકાણકારોના ખસી જવાથી બજારમાં મંદી સર્જાય છે પણ આ વખતે એવું ના થયું, જેના કારણમાં આપણાં ભારતીયોએ 70000 કરોડ રૂપિયાનું રોકાણ કરતા શેર બજારમાં ફોરેન ઈન્સ્ટીટ્યુશન ઈન્વેસ્ટર (એફ.આઈ. આઈ.)ના ઘટાડાની અસર ના થઈ.દેશની હાલની મજબૂત આર્થિક સ્થિતિ જોતાં આર્થિક તંત્રને નુકસાન કરતા બદી રૂપ રાવણો જેવા કે હેકર્સ, ડીફોલ્ટર્સ, નાદારી નોંધાવનારા, વિલફુલ ડીફોલ્ટરો, દેશ છોડીને ભાગી જનારા આર્થિક કૌભાંડીઓ અને સેલ કંપનીઓના દહન અંગે હવે યોગ્ય કરવું અત્યંત જરૂરી બનેલ છે જે માટે કેન્દ્ર સરકારે ત્વરિત જરૂરી કડક પગલાંઓ હવે લેવાં અત્યંત જરૂરી છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રાજ્ય સરકાર દ્વારા ટીઆરબીમાંથી છૂટા કરવાનો નિર્ણય શું યોગ્ય છે?
ટીઆરબી જવાનોને યોગ્ય તાલીમ આપીને નિયુક્તિ કરવી જોઈએ (અનુભવો પરથી ખ્યાલ આવે છે કે જવાનો ફરજ પર હોય છે, ત્યારે Mobileમાં રચ્યા રહે છે, તેવું તારણ બહાર આવ્યું છે.) શહેરમાં ટ્રાફિક જામ ન થાય તેનું ધ્યાન રાખવું રહ્યું. લાલ-દરવાજા ચાર રસ્તા પાસે જે કન્યાશાળા આવી છે ત્યાં ચાર રસ્તા પર ટ્રાફિક રહે છે. વસ્તાદેવડી રોડથી લા.દ. ચાર રસ્તા તરફ જે જમણી બાજુ વળાંક આવે છે, ત્યાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. રામજી મંદિરની પાછળથી વળાંક કરાવો રહ્યો. જમણી બાજુ.
સુરત     – જવાહર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top