Gujarat

“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન

કોરોનાની વૈશ્વિક મહામારીમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં પડી રહેલી મુશ્કેલીઓથી સૌ કોઈ વાકેફ છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ કેવી રીતે કારકિર્દી બનાવી શકાય તેનું યોગ્ય અને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે કોંગ્રેસ દ્વારા કારકિર્દી માર્ગદર્શન પુસ્તક “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? ઇ-બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડૉ મનીષ દોશી દ્વારા તૈયાર કરવામાં આવેલા “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. વિદ્યાર્થી – વાલીઓને રાહત મળે તે માટે સત્ર ફી માફીની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણના વ્યાપારીકરણમાં વ્યસ્ત અને મસ્ત બનેલી રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહી છે.પુસ્તકના સંપાદક ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૦ પછી અભ્યાસક્રમોની અનેક તકો ઉપલબ્ધ છે.

આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની તકો, સાંપ્રત સમયના નવીન અભ્યાસક્રમો સહીત આગળ વધવા શું કરી શકાય તેવી માહિતી સભર, સચોટ, સરળ માર્ગદર્શક આ પુસ્તકમાંથી મળી રહેશે. આઈ.ટી.આઈ. સહિત દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વિગત પણ આપવામાં આવી છે. “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુક વેબસાઈટ www.incgujarat.com અને www.careerpath.info ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

Most Popular

To Top