નવસારી : ગુજરાત(Gujarat)માં આજે સવારે ભૂકંપ(Earthquake)ના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સુરત (Surat) થી 61 કિમી દૂર નવસારી(Navsari)નો વાંસદા(Vansda) જીલ્લો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 7 કિમી નીચે હતું. આ ઉપરાંત ભચાઉ (Bhachau)માં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ધોળાવીરા(Dholaweera) ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતાનો આંચકો ગત રાત્રિના 10.10 મિનિટે અનુભવાયો હતો. ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
વાંસદામાં અનુભવાયા આંચકા
સુરતથી 61 કિમી દુર એટલે કે નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં સવારે 10:27 મિનિટે 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનાં પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં ઘણી વખત ભૂકંપના હલવા આંચકા આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં પણ અનેક વાર ધરા ધ્રુજી હતી, ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં 22 ઓગસ્ટનાં રોજ મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતુ. એવું માનવામાં આવે છે કે, વાતાવરણમાં આવતા ફેરફાર સહિત જમીનની નીચે આવેલી પ્લેટમાં આવતા ફેરફારને કારણે અથવા કેલીયા અને જૂજ ડેમમાં આ વખતે પાણીની આવક વધી છે તેને કારણે સંભવિત રીતે ભૂકંપના આંચકા હોવાનું અનુમાન ડીઝાસ્ટર દ્વારા સેવામાં આવી રહ્યું છે.
ભચાઉમાં પણ આંચકા અનુભવાયા
ભચાઉમાં ગત રાત્રિના 10.10 મિનિટે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર બેટ પરના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અગાઉ પણ અનેક વખત ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ખાસ વાગડ વિસ્તારમાં આફ્ટરશોકનો શીલસિલો સતત યથાવત રહ્યો છે. આં અગાઉ 2જી ઓકટોબરનાં રોજ 3.4નો આફ્ટરશોક આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 13 કિલોમીટર દૂર નોંધાયો હતો.આ ઉપરાંત તા. 18 સેપ્ટેમ્બરના રાપરથી 7 કિલોમીટર દૂર 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જો કે આ તમામ આફટરશોકમાં કોઈ નુકશાન થયું નથી.