નર્મદા(Narmada): ગુજરાત(Gujarat)માં શનિવારે ભૂકંપ(earthquake)ના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનાં આંચકા નર્મદા જીલ્લામાં અભુવાયા હતા. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. જોકે ભૂકંપનાં આચંકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભૂકંપ આવવાના કારણે લોકો ધરની બહાર આવી ગયા હતા. બપોરે 2 વાગ્યા આસપાસ ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ 10 કિ.મી.ના એરિયામાં તા.16/07/2022ના રોજ બપોરે 2 વાગ્યાના સમયગાળામાં સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ 10 કિલોમીટરના એરિયામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ડેમની ઉપરની દક્ષિણ-પૂર્વ બાજુએ ડેડિયાપાડાના માથાસર, કણજી, વાંદરી તથા પાનખલા ગામના 10 કિ.મી. એરિયામાં ભૂકંપના આંચકાની કોઇ અસર થઈ નથી. તેમજ જાનમાલને કોઈ નુકસાન થયું નથી.
નર્મદા જિલ્લાના કેવડિયા પાસે શનિવારે ભૂકંપનો અનુભવ થયો હતો. અહીં પ્રવાસીઓની હાજરી હોવાથી પ્રવાસીઓમાં સામાન્ય ભય જોવા મળ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 3.2 હોવાનું સામે આવ્યું છે. જેના પગલે પંથકની બહુમંજીલી ઈમારતો પરથી લોકોને નીચે ઊતરી જવાની ફરજ પડી હતી.
કેવડિયા વિસ્તારમાં બપોરે 2 વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. બહુમાળી ઈમારતો પર રહેતા લોકોને તેનો વિશેષ અનુભવ થયો હતો. તે લોકો દોડીને ઈમારતની બહાર આવી ગયા હતા. જો કે, આ સમયે તેમને અને ત્યાં હાજર લોકોને પણ એવો સવાલ થયો હશે કે ભૂકંપને કારણે નર્મદા ડેમને કશું નુકસાન થયું છે કે કેમ, તો નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો પણ ન તૂટે તેટલી મજબૂતીથી બનાવાયો છે. તો અહીં હાલ બધુ જ સુરક્ષિત છે. ચિંતાનો કોઈ વિષય નથી.