Gujarat

ગીર સોમનાથના આ ગામમાં ભૂકંપ: લોકો ઊંઘમાંથી જાગી ઘરની બહાર દોડ્યા

ગીર સોમનાથ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા (Talala) તાલુકામાં વહેલી સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા લોકો જાગી ગયા હતા. લગભગ વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ ગ્રામજનોને ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. તાલાલા ગીર પંથકમાં 6 મિનીટમાં બે વાર ભૂકંપના આંચકા લાગતા લોકોમાં ડરની લાગણી પ્રસરી ગઈ છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર આ બંને આંચકાઓ 4.0 અને 3.2 રિક્ટર સ્કેલ પર ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકા અનુભાવાતા લોકો ઊંઘમાંથી ઉઠી ઘરની બહાર દોડી આવ્યા હતા.

  • ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા
  • તાલાલા તાલુકામાં 4 તીવ્રતા સાથે આંચકા અનુભવાયા
  • ભૂંકપનું કેનદ્રબિંદુ તાલાલાથી 13 કિલો મિટર દૂર
  • વહેલી સવારે ભૂંકપના આંચકા લાગતા લોકોમાં ડરની લાગણી પ્રસરી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા તાલુકાથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ત્યાં વહેલી સવારે 6 કલાકે અને 58 મિનીટે ભૂકંપનો આંચકો લાગતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યાર બાદ બીજો આંચકો 6 મિનીટ બાદ 7 કલાક અને 4 મિનીટે આવ્યો હતો.  તાલાલા તાલુકાના ધાવા ગીર સહિતના ગામોમાં ભૂંકપની સૌથી વધારે અસર અનુભવાઈ હતી. આ સાથે જ ગીર સોમનાથ જિલ્લાની સાથે જૂનાગઢના દેવળિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નોંધનીય છે કે તાલાલા તાલુકામાં ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જેના કારણે ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી. ગીર સોમનાથમાં મોટાભાગે 2 તીવ્રતાના આંચકા અનુભવાતા હતા. પરંતુ પહેલી વાર 3.2 અને 4 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. જે જમીનના પેટાળમાં કઈ હિલચાલના થવાની આશંકા વ્યક્ત કરે છે. આ અગાઉ થોડાક દિવસ પહેલા ઉના પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્રબિંદુ પણ ગીર જંગલ આસપાસના વિસ્તારમાં નોંધાયું હતું.

Most Popular

To Top