શરીરથી બીજાની સેવા કરીએ, ધન યોગ્ય વ્યકિતને આપીએ. મનથી ભજન કરીએ, વાણી મીઠી બોલીએ એ જ જિંદગીની કમાણી છે. માનવીએ સુખી થવા માટે આ બાબતો અમલ કરવો પડે. શરીરથી જે ક્રિયાઓ કરો તે ચોખ્ખી હોવી જોઇએ. મન ચોખ્ખું હોય તેની વાણી પણ ચોખ્ખી હોય છે. એવી વ્યકિતઓની ક્રિયા પણ ચોખ્ખી હોય છે.
વાણી સુંદર ન હોય તો બીજી સુંદરતાનો શું અર્થ? સમૂહમાં ભોજન લેવાથી વાત્સલ્યભાવ દરેક માનવીમાં આવી જાય છે. ઘરમાં પ્રેમની પ્રતિષ્ઠા થશે. શકય હોય તો મહિનામાં બે વખત ઘરસભા રાખવી જોઇએ. ઘરસભામાં સમૂહ પ્રાર્થના, ભજન, ધાર્મિક પ્રવચન, ભોજન રાખવાથી ઘરમાં ધર્મ સ્થિર થશે. સમૂહ લગ્નની પ્રથાથી આપણે એકબીજાથી દૂર થયા હોય તે નજીક આવી શકાય. સમૂહમાં માનવીનો સ્વભાવ પ્રગટ થશે. એકબીજા પ્રત્યે પ્રેમભાવ, દયાભાવ રાખીએ એ જ જિંદગીની કમાણી છે.
સુરત – સુવર્ણા શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.