SURAT

ગટરના પાણીથી પણ કમાણી! સુરત મનપા રોજ 30 MLD ગંદુ પાણી વેચી 20 કરોડ રૂપિયા કમાશે, જાણો કેવી રીતે?

સુરત: (Surat) ગટરના (Sewer) ગંદા પાણી (Dirty water) પાસેથી પસાર થતી વખતે નાકનું ટેરવું ચઢી જાય છે. લોકો નાક આગળ રૂમાલ મૂકી દુર્ગંધથી બચવાનો પ્રયાસ કરે છે. શક્ય હોય તેટલા ઝડપથી ગટર પાસેથી દૂર થવા પ્રયાસ કરે છે પરંતુ સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના અધિકારીઓએ આ ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પણ કમાણીનો (Earnings from sewage effluent) રસ્તો શોધી કાઢ્યો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ ગટરના ગંદા પાણીમાંથી 20 કરોડ રૂપિયા કમાવવાનો પ્લાન બનાવી દીધો છે.

તમને જણાવી દઈએ કે સુએઝનુ ગંદુ પાણી ટ્રીટ કર્યા બાદ જ નદી કે ખાડીમાં છોડવું ફરજીયાત છે. મનપા દ્વારા રોજ 800 એમએલડી થી વધુ પાણી ટ્રીટ કરવામાં આવે છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાંથી 100 એમએલડી જેટલુ પાણી ટર્સરી ટ્રીટમેન્ટ (Tertiary treatment) થાય છે. જે પાંડેસરાના ઉધોગોને તેમજ સચીનના ઉદ્યોગોને આપવામાં આવે છે.

જો કે હવે રાજય સરકારે જે વેસ્ટ વોટર યુઝ પોલીસી (Waste water use policy) બનાવી છે તેમાં ઉધોગોને નદી કે અન્ય સોર્સ માંથી અપાતા તાજા પાણીને બદલે ટ્રીટેડ વોટરનો જ ઔદ્યોગિક વપરાશ કરવાનું ફરજીયાત કરાયું હોય, શહેરના ઉદ્યોગ ગૃહોને મનપાનું ડ્રેનેજનું પાણી લેવું પડે તેવી સ્થિતી થઇ છે.

શહેરની આ કંપની સાથે સુરત મનપાએ કરાર કર્યો

રાજય સરકારની આ નવી પોલીસી અંતર્ગત પ્રથમ કરાર સુરત મનપા અને કલટરટેક્ષ વચ્ચે થયો છે. કલરટેક્ષને મનપા એક રૂપિયાના ટોકન દરે પ્રતિદીન 30 એમએલડી સુએઝનુ રો-વોટર પુરૂ પાડશે. આ કરાર અંર્તગત મનપાને ગટરના ગંદા પાણીના વળતર રૂપે મનપાને 20 વર્ષમાં જ 20 કરોડની આવક થવાની છે. ઉપરાંત કલરટેક્ષને જે પાણી અપાશે તે ટ્રીટ કરવાનો ખર્ચ કરવામાંથી પણ મુકિત મળશે તેનો ખર્ચ મનપાને 20 વર્ષમાં 165 કરોડનો ખર્ચ થવાનો હતો. જેથી મનપાની તિજોરી પરનુ ભારણ ઘટશે.

Most Popular

To Top