SURAT

રો-મટિરિયલ્સના ભાવ 10થી 35 ટકા વધતાં ડાઇંગ પ્રોસેસિંગ એકમો જોબચાર્જમાં વધારો કરશે

સુરત: (Surat) સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન(SGTPA)ની સોમવારે મળેલી કારોબારીની બેઠકમાં છેલ્લા બે મહિનાથી ડાઇંગ પ્રોસેસિંગ (Dyeing processing units) ઇન્ડસ્ટ્રીના રો-મટિરિયલ્સમાં સતત થઇ રહેલા ભાવવધારાને પગલે જોબચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, એસોસિએશને કેટલો ભાવવધારો કરવો તેનો નિર્ણય ટ્રેડર્સ અને પ્રોસેસર્સ પર છોડ્યો છે. એક અંદાજ પ્રમાણે જોબચાર્જ (Job Charge) ઉપર 8થી 10 ટકાનો વધારો ટ્રેડર્સે સ્વીકારવો પડે તેમ છે. એસજીટીપીએની બેઠકમાં મિલમાલિકોની વેપારીઓ સાથે સહમતિથી મીટર દીઠ કાપડમાં જોબચાર્જ વધારવા નિર્ણય લેવાયો છે.

એસજીટીપીએના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર-2020ના પ્રારંભથી રો-મટિરિયલ્સની કિંમતો સતત વધી રહી છે. કોલસાના ભાવમાં 30થી 35 ટકાનો વધારો થયો છે અને હજી 10થી 15 ટકા ભાવ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કલર-કેમિકલના ભાવો પણ 20 ટકા સુધી વધ્યા છે. કોરોના મહામારી પછી પ્રોસેસિંગ એકમોમાં લેબર ચાર્જમાં 25થી 30 ટકાનો વધારો કામદારો સાચવી રાખવા કરવો પડ્યો છે. તે ઉપરાંત ઇન્ટરનેશનલ શિપિંગ ચાર્જના ભાવ પણ વધ્યા છે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ 10 ટકાનો ભાવવધારો થયો છે. તેના લીધે પ્રોસેસર્સને ફરજિયાત મીટર દીઠ કાપડના જોબવર્કમાં ભાવવધારો કરવાની ફરજ પડી છે. એરિયા પ્રમાણે મિલમાલિકોને ભાવવધારો કરવા જણાવવામાં આવ્યું છે.

એસજીટીપીએના અગ્રણી કમલવિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, પ્રોસેસિંગના જોબચાર્જમાં વધારો કર્યા સિવાય આર્થિક રીતે ટકવું મુશ્કેલ બન્યું છે. રો-મટિરિયલ્સના ભાવ ખૂબ વધ્યા છે. ત્યારે વેપારીઓને વિશ્વાસમાં લઇ ભાવવધારો કરવામાં આવશે. એસો.ની સોમવારે મળેલી બેઠકમાં પેમેન્ટ ક્રાઇસિસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તથા વેપારીઓને 30થી 45 દિવસમાં પેમેન્ટનો ધારો બનાવવા સમજૂતી કરાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દર 15 દિવસે વેપારીને ઇ-મેલ કરી ભાવવધારાની વિગતો મોકલવામાં આવશે. એસો.ની આજની બેઠકમાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ રવિન્દ્ર આર્ય, સંદીપ સિંઘલ, શ્યામ અગ્રવાલ, સંજીવ દાલમિયા, વિનોદ અગ્રવાલ, દુષ્યંત ત્રિવેદી અને નરેન્દ્ર જરીવાલા હાજર રહ્યા હતા.

  • છેલ્લા બે મહિનામાં રો-મટિરિયલ્સના ભાવ વધ્યા
  • રો-મટિરિયલ્સ ભાવવધારો( ટકામાં)
  • કોલસો 30-35
  • કલર-કેમિકલ 20
  • ટ્રાન્સપોર્ટેશન 10
  • લેબર ચાર્જ 25
  • શિપિંગ ચાર્જ 10

ભારતમાં પ્રથમવાર સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં સફળ રહેલી એમિશન ટ્રેડિંગ સ્કીમ હવે અમદાવાદમાં શરૂ થશે

વિશ્વમાં પ્રથમવાર સુરતમાં શરૂ થયેલી એમિશન ટ્રેડિંગ સ્કીમ (ઇટીએસ) સફળ રહેતાં ગુજરાત સરકાર હવે આ સ્કીમ અમદાવાદમાં શરૂ કરવા જઇ રહી છે. સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં આ પાઇલોટ પ્રોજેક્ટ સફળ રહેતાં આવતીકાલે અમદાવાદના ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિમંડળ પાંડેસરા જીઆઇડીસીમાં ઇટીએસની સાઇટ વિઝિટ કરશે. વર્ષ-2018માં 11 સપ્ટેમ્બરે આ સિસ્ટમનો ટ્રાયલ રન કેવડિયામાં લેવામાં આવ્યો હતો. તે પછી તેનું વર્ચ્યુઅલ ટ્રેડિંગ થઇ રહ્યું હતું. એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ મિલો કેમિકલ યુનિટ અને સુગર ફેક્ટરીઓ મળી 155 એકમમાં કાર્બન ક્રેડિટ સિસ્ટમની તર્જ પર ઇટીએસનું ટ્રેડિંગ શરૂ થયું છે. પ્રારંભિક પરિણામમાં જે ડેટા મળ્યો છે. તે મુજબ પ્રદૂષણનું પ્રમાણ 18 ટકા ઘટાડી શકાયું છે. જેમ જેમ આ સિસ્ટમ વધુ કાર્યરત હશે તેમ તેમ સિસ્ટમ વધુ કાર્યરત થશે. તેમાં વધુ સુધારો જોવા મળશે. અત્યારે 162 ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેક્ટ માટે અલગ ટાળવી છે. જે મહિને 280 ટન એમિશનનું ઉત્સર્જન કરી શકશે. જે એકમો સારાં સાધનો અને મશીનરી લગાવશે અને જેમની ક્રેડિટ બચશે. તેને ટ્રેડિંગ સર્વર પર નફો મળશે.

એક્સસેસ ક્રેડિટ વેચી પણ શકાશે તથા જેની ક્રેડિટ પૂ થશે તેઓ પરમિથી નવી ક્રેડિટ ખરીદી શકશે. જે ઓનલાઇન ખરીદી શકશે. કુલ 280 ટનમાંથી 20 ટન જીપીસીબીએ ઓપન ટુ ઓલ ઓક્ન માટે રાખ્યો છે. છ મહિનામાં રાજ્ભરમાં આ સ્કીમ લાગુ કરવાનું આયોજન છે. પાંડેસરા એસોસિએશનના પ્રમુખ કમલ તુલસ્યાને જણાવ્યું હતું કે, એમિશન ટ્રેડિંગ સ્કીમ માટે ગુજરાતનું સુરત, મહારાષ્ટ્રનું ચંદ્રપુર અને તામીલનાડુમાં ચેન્નઇ સ્પર્ધામાં હતું. પરંતુ સુરતે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. જીપીસીબીના ચેરમેન રાજીવ ગુપ્તા, મેમ્બર સેક્રેટરી એમ.એન.તાભાણી, રિજનલ અધિકારી પરાગ દવે સહિતના અધિકારીઓએ પ્રોજેક્ટના અમલ માટે ખૂબ સહયોગ આપ્યો છે. 2013થી એસજીટીપીએ અને પાંડેસરા ઇન્ડ. એસો. પ્રયાસો કરી રહ્યા હતા. એમિશનનું ટ્રેડિંગ સફળ રહ્યું છે. પર્યાવરણના ઇતિહાસમાં તેની નોંધ લેવામાં આવશે. એટલું જ નહીં વિશ્વમાં ઇટીએસ સ્કીમ સૌથી પહેલાં શરૂ કરનાર શહેર તરીકે પણ સુરતનો ઉલ્લેખ થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top