વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ઈન્ચાર્જ દ્વારા સફાઈ કર્મચારી સાથે ગેરવર્તણૂક કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રિટેન્ડન્ટને રજુઆત કરી જો ન્યાય નહીં મળે તો હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી. મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે રાઉન્ડ ચેકીંગ દરમિયાન ઓપરેશન થિયેટર ખાતે ગંદકી મામલે ઈન્ચાર્જ દ્વારા સફાઈ કર્મચારી સાથે ગેરવર્તણુક કરવામાં આવી હોવાના આક્ષેપો સફાઈ કર્મચારી દ્વારા કરવામાં આવ્યા હતા. જેને પગલે તમામ સફાઈ કર્મચારીઓ એકત્ર થયા હતા.અને મેડિકલ સુપ્રિટેન્ડન્ટને રજુઆત કરી ન્યાયની માંગણી કરી હતી.
સાથે સફાઈ કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો તેઓને વહેલી તકે ન્યાય નહીં મળે તો તેઓ દ્વારા હડતાળ પાડવામાં આવશે.સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું કે સયાજી હોસ્પિટલના ટ્રોમા વિભાગમાં મુક્યા હતા. પરંતુ સ્ટાફ ઓછો હોવાથી અને કામ વધારે હોવાથી બહાર લોબીમાં કચરો વાળવાનો બાકી હતો.બીજી તરફ મેટ્રન ઓફિસથી રાઉન્ડ લેવા મેટ્રનો આવ્યા હતા. તેઓએ મને કીધું કે સર્વન્ટમાં કોણ છે. તો હું જ છું તેમ જણાવતા ઝાડુ,પોતું, સાવરણો આપી દે તેમ કહી જબરજસ્તી મારી પાસેથી લઈને ઝાડુ પોતા મારવા માંડ્યા હતા. અને તેમની સાથેના સ્ટાફના માણસો જે સાથે આવ્યા હતા તે તમામ મારી ઉપર ફરી વળ્યા હતા કે મેટરન જાડું મારે છે.
તો મેં ઝાડુ લેવા ગયો હેન્ડ ગ્લોઝ પહેરતો હતો ત્યારે ગ્લોઝ પહેર્યા વગર ડાઘા સાફ કર અને ઝાડુ માર તેમ કહ્યું હતું. એક બાજુ ગંદકી અને પાછું ન્યૂડલ વાગી જાય માટે ગ્લોઝ પહેરવા દો તેમ કહેતા મેટરને મને ધક્કો મારીને ફેંકી દીધો હતો.અને હિતેશ ભટ્ટ નામના બ્રધર હતા તેઓએ તમારી ઓકાત શું કચરાપેટી પર આને મૂકી દો અને નોકરીમાંથી કાઢી મૂકો તેમની ઔકાત શું સામે બોલવાની. તો તેમનું ઊંચું બતાવવા માટે કચરો વાળવા માંડ્યા અને અમને અમારી એક જ માંગ છે કે ન્યાય નહીં મળે તો અમે હડતાલ પાડી શું તેવી ચીમકી પણ સફાઈ કર્મચારીઓ ઉચ્ચારી હતી.