Entertainment

ચાલુ પર્ફોર્મન્સ દરમિયાન કૈલાશ ખેર પર બે યુવકોએ છૂટી બોટલ ફેંકી

કર્ણાટક: કર્ણાટકમાં (Karnataka) ત્રણ દિવસીય હમ્પી ઉત્સવનું (Hampi Utsav) આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ 29 જાન્યુઆરી રવિવાર સુધી ચાલ્યો હતો. આ ઉત્સવમાં ઘણા જાણીતા ગાયકોએ (Singers) પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ઉત્સવમાં ફેમસ સિંગર કૈલાશ ખેરે (Kailash Kher) પણ ધામાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમના પર્ફોર્મન્સથી લોકો ઝૂમી ઉઠ્યા હતા. પરંતુ આ દરમિયાન એક ઘટના બની હતી. જ્યારે કૈલાશ ખેર સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર બે છોકરાઓએ કૈલાશ ખેર પર બોટલ ફેંકી હતી. પોલીસ દ્વારા બંને યુવકોની અટકાયત કરવામાં આવી છે.

બે છોકરાઓએ કૈલાશ ખેર પર બોટલ ફેંકી
મળતી માહિતી મુજબ, કૈલાશ ખેર હમ્પી ફેસ્ટિવલમાં પોતાની ગાયકીથી લોકોને નચાવી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમની પર તેમની સાથે એક ઘટના બની હતી. જ્યારે તેમનુ પર્ફોર્મન્સ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ તેમના પર બે છોકરાઓએ બોટલ ફેંકી હતી. મળતી માહિતી અનુસાર બે છોકરાઓ કન્નડ ગીતોની માંગ કરવા લાગ્યા. ગીતની ડિમાન્ડ કરતી વખતે તેણે સ્ટેજ પર પરફોર્મ કરી રહેલા કૈલાશ ખેર પર પાણીની બોટલ ફેંકી હતી. આ ઘટના રવિવારે બની હતી. બોટલ ફેંકવાના આરોપમાં બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસીય હમ્પી ઉત્સવ 27 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. શુક્રવારે સાંજે મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઘણા બોલિવૂડ અને કન્નડ ગાયકોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો મહિમા દર્શાવવા માટે સાઉન્ડ અને લાઈટ શોનો પણ સમાવેશ થતો હતો. કન્નડ પ્લેબેક સિંગર્સ અર્જુન, વિજય પ્રકાશ, રઘુ દીક્ષિત અને અનન્યા ભટે આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. તે જ સમયે બોલિવૂડમાંથી અરમાન મલિક અને કૈલાશ ખેર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

કૈલાશ ખેર ફેમસ સિંગર છે
કૈલાશ ખેર વિશે વાત કરીએ તો તે બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી ગાયકોમાંથી એક છે. કૈલાશ ખેરે ઘણા અદ્ભુત ગીતો ગાયા છે. ગાયકનું ગીત ‘અલ્લાહ કે બંદે હંસ દે…’ આત્માને સ્પર્શી જાય છે. તેમના ગીતોમાં એ દર્દ અને લાગણી છે, જે સીધી હૃદયને સ્પર્શે છે.

Most Popular

To Top