Gujarat

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આ તાલુકામાં મતદાન કેન્દ્રમાં ઘૂસીને EVM મશીન તોડી પાડ્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (ELECTION) દરમિયાન દાહોદના ધોડીયામાં બૂથ કબજે કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકો મતદાન કેન્દ્રમાં ઘૂસી ગયા હતા અને ઈવીએમ મશીન (EVM MACHINE) તોડી નાખ્યા હતા. જે બાદ હવે સ્થળ પર એક ભારે પોલીસ બંદોબસ્ત હાજર છે. જિલ્લાના એસપી પણ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. અને સમગ્ર મામલામાં જીણવટભરી તપાસ હાથ ધરી હતી..

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝાલોદ તાલુકાના ધોડીયામાં મતદાન કેન્દ્ર (VOTING BOOTH) પર ત્રણ લોકોએ બુથ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી ત્યાંનું વાતાવરણ વધુ વણસી ગયું હતું. આરોપીઓએ ઇવીએમ મશીન તોડી નાંખ્યું હતું. જે બાદ મતદાન બંધ કરાયું હતું. બનાવની માહિતી મળતાં ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને આરોપીઓની શોધખોળ સહીત ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાયું હતું, જેમાં 2 માર્ચે મતગણતરી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, કુલ 8473 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું હતું  જેમાં 2720 નગરપાલિકા બેઠકો, 980 જિલ્લા પંચાયત બેઠકો અને 4773 તાલુકા પંચાયત બેઠકો શામેલ છે. મતદાન માટે 36,008 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. અને આ તમામ મથકો પર મોટા ભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું હતું, દરમિયાન દાહોદથી આ ચકચારીત સમાચાર મળતા પોલીસ સહીત ચૂંટણી પંચ પણ દોડતું થઇ ગયું હતું..

નોંધપાત્ર વાત એ છે કે સ્થાનિક સંસ્થાની ચૂંટણી માટે 3 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. આ સમય દરમિયાન, સુરક્ષાની બાબતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 40000 વધુ પોલીસકર્મીઓ, સીએપીએફ કંપનીઓ અને 50000 થી વધુ હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં જરૂર પડ્યે સામાન્ય રીતે જ તમામ મતદાન મથક સ્થિત એક ક્લસ્ટર બનાવી પેરા મિલિટરી ફોર્સ કમાન્ડો પણ તૈનાત કરવામાં આવતા હોય છે. ત્યારે આ પ્રકાશના કિસ્સા બનતા હોય તો પોલીસ વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉઠે છે.

પોલીસ કર્મી અને ચૂંટણી પંચના કર્મચારીઓના પરંતુ તે દરમિયાન દાહોદના ધોડિયામાં બુથ કબજે કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મતદાન કેન્દ્રમાં ઇવીએમ મશીન તોડી નાંખવામાં આવ્યું હતું. જેના કારણે ત્યાં મતદાન ખોરવાઈ ગયું હતું. હાલ પોલીસ દળ ઘટના સ્થળે હાજર છે. અને આ બાબતે નિરીક્ષણ ચાલી રહ્યું છે..

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top