Vadodara

કોરોના કાળમાં તરસાલી ITI દ્વારા 90 ટકા છાત્રાેને રોજગારી અપાઇ

વડોદરા: રાજ્ય અને દેશમાં વર્તમાન સમયમાં ઔધોગિક આઇટીઆઇ કરેલા કુશળ કરીગરોનું મહત્વ છે. આપણા દેશમાં કુશળ અને કૌશલ્યબધ્ધ કારીગરોની તંગી નિવારવા  મોટી સંખ્યામાં આઇટીઆઇ ખોલવામાં આવી છે. અહીં તાલીમાર્થીઓને સિદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ સહિત સ્કીલ ડેવલપમેન્ટ ઉપર કામ કરવામાં આવે છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેતૃત્વ હેઠળ રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળ વડોદરા જિલ્લાની પ્રમાણિત તરસાલી આઇટીઆઇમાં રોજગારલક્ષી કુશળ તાલીમ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સંસ્થા ખાતે કારીગર તાલીમ યોજના હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશન ટ્રેનિંગ અને ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશન ટ્રેનિંગ દ્વારા રાજ્યકક્ષાના રોજગારલક્ષી વ્યવસાયોનું સંચાલન આઇટીઆઇ તરસાલી દ્વારા થાય છે. વડોદરા જિલ્લો ઔધોગિક ક્ષેત્ર માટે મહત્વનું કેન્દ્ર છે. મિકેનિકલ, કેમિકલ, ઓટોમોબાઇલ, કમ્પ્યુટર, ઈલેક્ટ્રીશિયન અને ઇલેક્ટ્રોનિક, રેફ્રીજરેશન, કન્સટ્રકશન, સેક્ટરની ઇન્ડસ્ટ્રીમાં કૌશલ્યબધ્ધ, કુશળ તાલીમાર્થીઓ પૂરા પાડવામાં તરસાલી આઇટીઆઇનો મહત્વનો ફાળો છે.

રોજગારલક્ષી તાલીમ માટે ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિંયરશીપ મંત્રાલય હસ્તકની ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ ન્યુ દિલ્હીના ધારાધોરણો મુજબ સંસ્થા ખાતે નિર્માણ પામેલાં નવનિર્મિત મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં વિવિધ વ્યવસાયો ચાલુ કરવામાં આવશે.વિવિધ ઔધોગિક ક્ષેત્રની નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ પ્રતિવર્ષ પ્લેસમેન્ટ માટે તરસાલી આઇટીઆઇમાં યોજાતા રોજગાર ભરતી મેળા દ્વારા ૯૦% તાલીમાર્થીઓને રોજગારીની તકો આપે છે.  કોરોના કાળમાં સંસ્થા ખાતે ઓનલાઇન પ્લેસમેન્ટ ભરતી મેળા દ્વારા પણ અનેક તાલીમાર્થીઓને રોજગારીની તકો આપવામાં આવી છે. તાલીમાર્થીઓને એક વર્ષ/ બે વર્ષ ટ્રેડની પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ નજીકના એકમમાં એપ્રેન્ટિસ તરીકે ૧ વર્ષની તાલીમ માટે આઇટીઆઇ તરસાલી દ્વારા ભરતી કરવામાં આવે છે.

Most Popular

To Top