National

ચિત્રદુર્ગમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પાણીની ટાંકી પર ચઢી લહેરાવ્યો ત્રિરંગો

ચિત્રદુર્ગઃ કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ગુરુવારે કર્ણાટકના (Karnataka) ચિત્રદુર્ગ પહોંચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ચિત્રદુર્ગ અહીં પાણીની ટાંકી (water tank) પર ચઢીને ત્રિરંગો (Flag) લહેરાવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પણ હાજર હતા. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ભાજપ (BJP) અને આરએસએસ કર્ણાટકના લોકો અને તેમની ભાષા પર હુમલો કરશે તો આ પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીનો સામનો કરવો પડશે.

રાહુલ ગાંધીની આ ટીપ્પણી પહેલા જનતા દળ (સેક્યુલર)ના નેતા કુમારસ્વામીએ આક્ષેપ કર્યા હતા કે સેન્ટ્રલ સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)ની પરીક્ષાઓ માત્ર હિન્દી અને અંગ્રેજીમાં લેવામાં આવી રહી છે અને કોઈ પ્રાદેશિક ભાષામાં નહીં. ‘ભારત જોડો યાત્રા’ના ભાગરૂપે ચિત્રદુર્ગ જિલ્લાના મોલાકલમુરુ શહેરમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેરોજગાર યુવાઓએ મનેે પૂછ્યું કે તેઓ શા માટે પરીક્ષા કન્નડ ભાષામાં કેમ આપી શકતા નથી.

કન્નડમાં જવાબપત્ર લખવાની પરવાનગી આપવામાં આવી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોને કન્નડમાં જવાબ લખવાની છૂટ આપવી જોઈએ, તમે એકબીજા સાથે વાતચીત કરવા માટે ફક્ત એક જ ભાષાનો ઉપયોગ કરશો નહીં. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાષા ઈતિહાસ છે, સંસ્કૃતિ ઈતિહાસ છે, તે કલ્પના છે અને કોઈએ પણ લોકોની ભાષામાં બોલતા અટકાવવા જોઈએ નહીં.

વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આવા વિચારોને ભાજપ અને આરએસએસ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના મત પ્રમાણે કન્નડ ભાષા એ ગૌણ ભાષા છે. તે ભાષાને માન આપવું જોઈએ નહીં. પરંતુ અમારા માટે કન્નડ ભાષાનું પ્રાથમિક મહત્વ છે. જો બીજેપી અને આરએસએસને લાગે છે કે તેઓ કન્નડ ભાષા, કર્ણાટકના લોકો, કર્ણાટકના ઈતિહાસ પર હુમલો કરી શકે છે, તો તેમણે કોંગ્રેસ પાર્ટીની સંપૂર્ણ તાકાતનો પહેલા સામનો કરવો પડશે.

આખી કોંગ્રેસ પાર્ટીનો સામનો કરવો પડશે
કન્નડ પરના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ એક જાહેર સભામાં કહ્યું કે કર્ણાટકના લોકોને તેમનું જીવન કેવી રીતે જીવવું જોઈએ તે અંગે કોઈ અન્ય સૂચના આપી શકતું નથી અને કોઈ રાજ્યના લોકોને કહી શકતું નથી કે તેમના બાળકો કઈ ભાષામાં બોલી શકે અથવા તો પરીક્ષા આપી શકે. રાહુલ ગાંધીએ કહ્યું, “જો કર્ણાટકના લોકો કન્નડ બોલવા માંગે છે, તમિલનાડુના લોકો તમિલ બોલવા માંગે છે અને કેરળના લોકો મલયાલમ બોલવા માંગે છે તો તેમને તે કરવાની મંજૂરી આપવી જોઈએ.”

Most Popular

To Top