SURAT

કામરેજ નજીકથી પકડાયેલી ડુપ્લિકેટ નોટ 28.80 નહીં 85 કરોડની નીકળી

સુરત : ડુપ્લિકેટ નોટ (Duplicate Note) કામરેજ પોલીસ (Kamrej Police) દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ એમ્બ્યુલન્સમાં (Ambulance) નોટ 85 કરોડની હોવાની વિગત જાણવા મળી છે. જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે દિકરી ચેરીટેબલ ટ્રસ્ટના (Dikri Charitable Trust) નામે વરાછા ખાતે રોયલ આર્કેડમાં ઓફિસ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત એક ઓફિસ રાજકોટ ખાતે ખોલવામાં આવી હતી. આ ઓફિસમાં દિકરી ચેરિટેબલ ટ્રસ્ટના નામ હેઠળ લોકોને કાણા નાણા ધોળા કરવા માટે લાલચ આપવામાં આવતી હતી. આ માટે જાહેરમાં કરોડો રૂપિયાનુ પ્રદર્શન કરવામાં આવતું હતું.

  • દિકરી ચેરીટેબલ ટ્રસ્ટેના નામે કાળા નાણાને ધોળામાં પરિવર્તીત કરવાની સ્કીમ ચલાવતા હતા ચીટરો
  • લોકોને સો કરોડ રૂપિયા રોકડા પડયા હોવાનુ જણાવીને છેતરતા હતા
  • સંખ્યાબંધ લોકોને વીસ ટકા રકમ કાપીને વ્હાઇટમાં નાણાના પ્રલોભનો ચીટરોએ આપ્યા હતા

હાલમાં 3 આરોપીઓ કંઇ જ બોલી રહ્યાં નથી

અમારી પાસે કરોડો રૂપિયા ઓફિસમાં પડ્યા છે કહીને લોકોને ભરમાવવામાં આવતા હોય તેવી શંકા સુરત જિલ્લા પોલીસને છે. દરમિયાન આ આખા મામલે પીઆઇ પંડોળે જણાવ્યું કે, હાલમાં 3 આરોપીઓ કંઇ જ બોલી રહ્યાં નથી અલબત એક પાર્ટી સાથે થયેલી છેતરપિંડી બહાર આવી છે.

કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિતેશ ઓથરિયા

ટ્રસ્ટમાં કરોડો રૂપિયાનુ ડોનેશન આરટીજીએસથી લેવામાં આવતું હોવાની શંકા પોલીસને છે. દરમિયાન 85 કરોડ રૂપિયા સુરતમાં આવેલા નવજીવન ટ્રસ્ટમાં મોકલવામા આવનાર હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિતેશ ઓથરિયા હોવાની વિગત જાણવા મળી છે. તેણે બરોડાના વિપુલ મારફત સુરતના વિજયનો સંપર્ક કર્યો હોવાની વિગત જાણવા મળી છે. રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન દ્વારા સઘન પૂછપરછ શુક્રવારના રોજ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top