માંડવીના કરંજ GIDCમાં ડૂપ્લીકેટ દૂધ બનાવતા હોવાની બાતમી SOG અને LCB પોલીસને મળતા તેણે રેડ કરી હતી. જે બાબતે પોલીસે સ્થળ પરથી ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓને જાણ કરી હતી. માંડવી – કીમ રોડ પર આવેલા કરંજ GIDCમાં બે વર્ષથી દૂધમાં ભેળસેળ કરવાનું કારખાનું ચલાવી રહ્યા હતા ને ટેન્કર દ્વારા દૂધને મુંબઈ મોકલાવતા હતા. જે અંગેની બાતમી SOG અને LCB પોલીસે મળતા તેઓ આજે રેડ કરી હતી. જ્યાં સ્થળ પરથી ભેળસેળ કરેલું 9,220 લીટર દૂધ ભરેલું ટેન્કર મળી આવતા તેનો પોલીસે નાશ કર્યો હતો. અને દૂધમાં ભેળસેળ કરવા માટે વાપરવામાં આવતા તેલના ડબ્બા, મકાઈનો લોટ સહિત મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે આ અંગે તપાસ કરતા મુખ્ય સૂત્રધાર રોહિત યાદવ (રહે. પાલધરૉ, મુંબઈ) રેકેટ ચલાવી રહ્યો હતો તેમજ યાકુબ યાદવ, ટેન્કરનો ડ્રાઈવર હાજર હતા. આ બાબતે પોલીસે ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીને જાણ કરતા તેઓ સ્થળ પર આવી આગળની તપાસ હાથ હતી.