શહેરમાં ગાયકવાડ જમાનાની ન્યામંદિર કોર્ટેનુ વિદેશી આર્કીટેકોએ બનાવેલ આજે પણ આ કામગીરી બિલ્ડીંગ અડીખમ છે. તેમા મહારાણી ચીમનાબાઇનુ પુતળુ ન્યાયમંદિર હોલમાં આજે મોજુદ છે આ ન્યાયમંદિરમાં વર્ષોથી કોર્ટ અહી ચાલતી હતી પણ છેલ્લા ત્રણ વર્ષથી વધારે અહીની કોર્ટનુ સ્થળાંતર જુના પાદરા રોડ સ્થિત નવી કોર્ટ ચાલુ કરી તેને કારણે ન્યાયમંદિર કોર્ટ બંધ થતા તેનુ બિલ્ડીંગ હાલમાં વપરાશમાં નથી તેને સરકાર દ્વારા હેરિટેજ મ્યુઝિયમ બનાવવાની વિચારણા ચાલે છે પણ આ વિલંબના કારણે ન્યાયમંદિર કોર્ટ ધીરેધીરે જર્જરીત થવા થઇ રહ્યુ છે. તેના બારીના કાચ ઐતિહાસિક જાળીઓ નામશેષ થઇ રહી છે. જેથી વહેલી તકે ન્યાયમંદિર જાળવણી યોગ્ય રીતે થાય તો તેને નામશેષ થતા અટકી શકાવાય તેને વહેલી તકે હેરિટેજ બિલ્ડીંગ સુંદર સાર રીતે રાખવુ હોય તો તેને તાત્કાલિક સુંદર અને સ્વચ્છ બનાવવુ પડે તો હેરિટેજ બિલ્ડીંગ જળવાઇ રહે.
તસવીર-ભરત પરેખ
વહીવટી તંત્રની ઉદાસીનતાને પગલે ગાયકવાડી શાસનની ઐતિહાસિક ન્યાયમંદિર ધરોહર ધીમે ધીમે જર્જરિત થઈ રહી છે
By
Posted on