SURAT

બોલો, અમદાવાદમાં રમાતી ભારત-પાક મેચના લીધે સુરત એરપોર્ટ પર ટ્રાફિક જામ થઈ ગયો

સુરત: આજે આઈસીસી વન ડે વર્લ્ડકપની (ICCODIWorldCup2023) સૌથી મોટી મેચ બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (NarendraModiStadium) ખાતે રમાઈ રહી છે. આ મહામુકાબલાને જોવા માટે દુનિયાભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચ્યા છે, જેના લીધે અમદાવાદ એરપોર્ટ (Airport) સહિત રાજ્યના અન્ય એરપોર્ટ પર ટ્રાફિક (Traffic) જામ થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદ એરપોર્ટ પર 150 જેટલા વિમાનો પાર્ક (Plane Park) થયા છે. અમદાવાદ એરપોર્ટ પર વિમાનોનું ટ્રાફિક એટલી હદે વધી ગયું કે પાર્કિંગ માટે વિમાનોને રાજ્યના અન્ય એરપોર્ટ પર મોકલવાની ફરજ પડી હતી, જેના લીધે વડોદરા અને સુરત એરપોર્ટ (Surat Airport) પર પણ પ્લેનનો ટ્રાફિક થઈ ગયો હતો.

ભારત અને પાકિસ્તાન (IndiavsPakistan) વચ્ચે ભારતમાં એક દાયકા કરતા વધુ સમય બાદ મેચ રમાઈ રહી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનની ટીમ પહેલીવાર રમી રહી છે. ભારતમાં આટલા લાંબા સમય બાદ બે કટ્ટર દુશ્મન એવા પાડોશી દેશની ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલા આ મુકાબલાને જોવા માટે વિશ્વભરમાંથી ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચ્યા છે.

દુનિયાભરની હસ્તીઓ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા છે. આ સંજોગોમાં હાલત એ થઈ છે કે અમદાવાદમાં 150 ખાનગી વિમાનોનો ખડકલો થઈ ગયો છે. અમદાવાદ એરપોર્ટ પર રોજ કરતા ચાર ગણો ટ્રાફિક વધઈ ગયો છે. ગોલ્ડન ટિકીટ લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર દેશવિદેશથી લોકો પહોંચ્યા છે, તેના લીધે એરપોર્ટ પર પાર્કિંગની સમસ્યા સર્જાઈ છે.
તેથી એરપોર્ટ ઓથોરિટીએ અન્ય એરપોર્ટ પર ખાનગી વિમાન પાર્ક કરવાની શરતે લેન્ડિંગની છૂટ આપવાની નોબત ઉભી થઈ હતી.

અમદાવાદમાં લેન્ડ કર્યા બાદ સેલિબ્રિટીઓ ઉતરી જાય ત્યાર બાદ વિમાનને અન્ય નજીકના એરપોર્ટ પર પાર્કિંગ કરવા દોડી રહ્યાં છે. તેથી ગુજરાતના આકાશમાં વિમાનોનો ટ્રાફિક વધી હતો. કેટલાંક વિમાન વડોદરા તો કેટલાંક સુરત એરપોર્ટ પર પાર્કિંગ માટે પહોંચ્યા હતા. કેટલાંક પ્લેન મુંબઈ એરપોર્ટ પર પણ ગયા હતા.

આટલી મોટી સંખ્યામાં ખાનગી વિમાનો એક એરપોર્ટ પર પહોંચ્યા હોય તેવો પહેલી વખત પ્રસંગ બન્યો છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર સહિતના શહેરોમાંથી ખાનગી વિમાનો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. અમદાવાદ સાથે સીધી કનેક્ટિવિટી ન હોય તેવા એરપોર્ટ પરથી પણ મોટા ઉદ્યોગકારો, સેલિબ્રિટીઓએ એરસર્વિસ મેળવી છે. આ સ્થિતિમાં સુરત એરપોર્ટ પર ત્રણ અને વડોદરામાં વધારાના બે વિમાનોનું પાર્કિંગ થયું હોવાનું ઓથોરિટીના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top