Vadodara

વરસાદથી આજવા સરોવરનું લેવલ 207.70 ફૂટે પહોંચ્યું, શહેરમાં પાણીની ઘટ નહી પડે

વડોદરા: વડોદરા શહેરને પાણી પુરુ પાડતા આજવા સરોવરમાં પાણીની સપાટીમાં વધારો થતા તોળાઈ રહેલા પાણી  સંકટમાં શહેરને  હાલ પૂરતી રાહત મળશે. આજવા સરોવરનું લેવલ વધીને 207.70 થયું છે જેને લીધે  પાલિકા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના મહત્વના પાણીના સોર્સ સમાન આજવા સરોવરની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લા સાથે  ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો હતો જેના પરીણામે આજવા સરોવરની સપાટી વધી  છે. સતત વરસાદને કારણે હાલ આજવા સરોવરનું  લેવલ વધી ને 207.70 ફૂટ થયું છે એક  તબક્કે વરસાદ ન થતા  આજવાનું લેવલ 205.55ફૂટ  જેટલું થઈ ગયું હતું .

શહેરમાં પાણીનું સંકટ સર્જાશે તેની ચિંતા ઘેરી બની હતી જોકે છેલ્લા 14 દિવસથી મેઘરાજા મહેરબાન બનતા હાલ પૂરતું પાણીનું સંકટમાં થોડી રાહત મળી છે છેલ્લા 14 દિવસમાં  આજવા સરોવરનું લેવલ બે ફૂટ જેટલું વધ્યું છે અને આજવા સરોવરમાં  પાણીની આવકમાં વધારો થયો છે અને વરસાદની આગાહીને કારણે આગામી દિવસોમાં આજવામાં હજુ થોડું પાણી વધશે તેમ મનાય રહ્યું છે આ વખતે આજવામાં પાણી ઓછું ભરાતા તંત્ર પણ ચિંતિત હતું પરંતુ આજવા સરોવરમાં પાણીનું લેવલ વધતા તંત્રનો પણ શ્વાસ હેઠો બેઠો છે. ઉલ્લેખનિય છે કે નમર્દાનું પાણી મેળવવા અગાઉ મેયરે સરકારમાં પત્ર પણ લખ્યો હતો.

હજુ વરસાદની આગાહી છે ત્યારે સરોવરની સપાટી વધશે

સતત પડી રહેલા વરસાદને કારણે આજવા સરોવરની સપાટીમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈને આવનાર દિવસોમાં વડોદરા શહેરમાં પાણીનું સંકટ નહિ પડે તેવું મનાય છે છેલ્લા ૧૪ દિવસમાં પડેલા વરસાદથી આજવા સરોવરની સપાટીમાં  વધારો નોંધાયો છે એટલે  હાલ પૂરતું પાણીનું સંકટ ટળ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે બીજી તરફ અત્યારે વરસાદી માહોલ છે અને હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે આજવા સરોવરની સપાટીમાં વધશે એટલે પાણીના સંકટની ચિંતા પાલિકાતંત્ર માટે કોઈ મોટી મુશ્કેલીનું કારણ નહિ રહે.

Most Popular

To Top