Sports

એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ટિમ સંયોજન કયુ રાખવું તેની ભારતીય ટિમ મેનેજમેન્ટમાં મુંઝવણ

એક વર્ષ પહેલા જ્યારે દુબઇમાં (Dubai) ટી-20 વર્લ્ડકપમાં (World Cup) ભારતીય ટીમ (Indian Team) પાકિસ્તાન (Pakistan) સામે રમી હતી ત્યારે તેમનો પરાજય થયો હતો અને તેના કારણે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાંથી વહેલી બહાર થવાના આરે આવી ગઇ હતી. હવે એ જ દુબઇમાં રવિવારે ભારતીય ટીમ ઉપખંડીય ટૂર્નામેન્ટ એશિયા કપમાં (Asia Cup) પાકિસ્તાન સામે પહેલી મેચ રમશે ત્યારે ટીમ ઇન્ડિયા આ મેચમાં નવા અભિગમ સાથે મેદાને પડશે એ નક્કી છે. એક વર્ષ પહેલા, આ જ પ્રતિસ્પર્ધી અને સ્થળે ભારતીય ટીમ હારી તે પછી T-20 પ્રત્યેના તેમના અભિગમ પર પુનર્વિચાર કરવાની ટીમ ઇન્ડિયાને જરૂર પડી હતી. રવિવારે, એક અલગ કોચિંગ ગ્રૂપ અને એક અલગ કેપ્ટનની આગેવાની હેઠળની ભારતીય ટીમ દુબઈમાં ફરી એકવાર પાકિસ્તાનનો સામનો કરવા ઉતરશે. આ ટીમ ગત વર્ષની મેચ દરમિયાન રમેલી ટીમથી બહુ અલગ નહીં હોય, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ટીમ એક અલગ શૈલીનું T20 ક્રિકેટ રમી રહી છે.

નવા અભિગમની ભારતના પરિણામો પર નોંધપાત્ર અસર પડી

ભારતીય ટીમના તબક્કાવાર સ્કોરિંગ રેટને ધ્યાનમાં લઇએ અને માત્ર એવી મેચોને ધ્યાનમાં લઇએ કે જેમાં ભારતેપ્રથમ બેટિંગ કરી હતી કે જેમાં તેમના અભિગમને નિર્ધારિત કરવા માટે કોઈ લક્ષ્ય નહોતું ત્યારે એવું જોવા મળ્યું હતું કે ભારત દરેક તબક્કામાં પહેલા કરતાં નોંધપાત્ર રીતે ઝડપી સ્કોર કરી રહ્યું હતું. અત્યાર સુધી, નવા અભિગમની ભારતના પરિણામો પર નોંધપાત્ર અસર પડી છે. રવિ શાસ્ત્રી-વિરાટ કોહલીના શાસન દરમિયાન પણ તેઓ લક્ષ્યનો પીછો કરવામાં એક ઉત્તમ ટીમ હતા, તેમણે 2020ની શરૂઆતથી 2021ના વિશ્વ કપના અંત સુધી બીજા સ્થાને બેટિંગ કરતી વખતે આઠમાંથી સાત મેચ જીતી હતી અને પીછો કરતી વખતે તેમનો જીત-હારનો ગુણોત્તર બરાબર રહ્યો હતો.

વિરાટ કોહલી શું ભૂમિકા ભજવશે?

પ્રથમ બેટિંગ કરતી વખતે, જોકે, અગાઉના સમયગાળામાં ભારતના પરિણામો સ્પષ્ટ રીતે મિશ્રિત હતા, જેમાં 15 મેચમાં સાત જીત, છ હાર અને બે મેચ ટાઈ રહી હતી. અત્યાર સુધી રાહુલ દ્રવિડ-રોહિત શર્મા યુગમાં, ભારતે પ્રથમ બેટિંગ કરતા ઘણા સારા પરિણામો હાંસલ કર્યા છે, જેમાં 12 મેચ તેઓ જીત્યા છે અને માત્ર ત્રણ મેચ હાર્યા છે. આ પરિણામો જેટલા પ્રોત્સાહક રહ્યા છે, તેટલા જ તેમના નવા અભિગમની એશિયા કપ સખત કસોટી પણ થવાની સંભાવના છે. ભારત ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે તેમની પ્રથમ પસંદગીના સંયોજન પર સ્થાયી થવા માટે આ ટુર્નામેન્ટનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. નવો T20 અભિગમ અત્યાર સુધી જેટલો અસરકારક રહ્યો છે, તેમાં હજુ પણ થોડી નબળાઇઓ દૂર કરવાની બાકી છે. જેમાં સૌથી પહેલો સવાલ જે આવે છે તે એ છે કે કેએલ રાહુલ અને વિરાટ કોહલી શું ભૂમિકા ભજવશે? ગયા વર્ષના વર્લ્ડ કપમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી ભારતના પ્રથમ-પસંદગીના ટોચના ત્રણ બેટ્સમેન હતા, અને શક્ય છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં પણ થોડાક મહિનાઓમાં પ્રથમ-પસંદગીના ટોચના ત્રણમાં રહેશે. પરંતુ તેઓ તાજેતરના મહિનાઓમાં એકસાથે બહુ રમ્યા નથી. વાસ્તવમાં, 2021 ટૂર્નામેન્ટથી ભારતની 24 T20 ઇન્ટરનેશનલની ઇલેવનમાંથી એકમાં પણ આ ત્રણે એકસાથે રમ્યા નથી.

Most Popular

To Top