સુરત : (Surat) વિશ્વની સૌથી મોટી રફ (Rough) ડાયમંડ (Diamond) સપ્લાયર ડિબિયર્સ (De Beers) ગ્રુપની કંપની ડિટીસીની (DTC) જૂન માસની સાઇટ આજે ખુલી હતી. જેમાં રફ ડાયમંડના ભાવોમાં 5 થી 7 ટકાનો સીધો ભાવ (Price) વધારો (Increase) નોંધાયો છે. રશિયન (Russia) રફ પર અમેરિકાના (America) પ્રતિબંધ (Ban) પછી આફ્રિકન, કેનેડિયન અને ઓસ્ટ્રેલિયન રફની કિંમતો વધી રહી છે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગના હબ સુરતમાં 13 જુને હીરા ઉદ્યોગનું વેકેશન પૂરું થશે. ત્યારે આ ભાવ વધારાની અસર જોવા મળશે.
- ડીટીસી દ્વારા રફ ડાયમંડની કિંમતમાં 5થી ટકાનો વધારો કરાયો
- ઉનાળું વેકેશન પૂરું થયા બાદ સુરતના હીરાબજારમાં ભાવવધારાની અસર દેખાશે
- વેકેશન બાદ હીરા બજારની સ્થિતિ સારી નહીં હોય તેવું જાણકારોનું માનવું છે
- ઓગસ્ટ પછી લગ્નસરા, દિવાળી, ક્રિસમસમાં બજાર સુધરશે
જોકે આ વર્ષે વેકેશનમાં પણ સુરતમાં 30 ટકા હીરાના કારખાનાઓ ચાલુ રહ્યાં હતાં. અલરોસાની (Alrosa) સસ્તી રફ મળતી બંધ થવા સાથે ઝિમ્બાબ્વેની (Zimbabwe) રફની શોર્ટ સપ્લાય (Short Supply) ઉભી થતાં ઉનાળુ વેકેશન (Summer Vacation) પછી માર્કેટ માટે સારા દિવસો રહેશે નહીં. જાણકારો કહે છે કે ઓગસ્ટ મહિના પછી તહેવારો, લગ્નસરા, દિવાળી અને ક્રિસમસની (Christmas) સિઝનમાં બજાર ઊંચકાશે. જ્વેલરીમાં (Jewelry ) ઉપયોગમાં લેવાતા નાના હીરાની કિંમતો વધી છે. એની અસર સુરતના માર્કેટમાં જોવા મળશે.
સુરતના હીરા ઉદ્યોગના (Surat Diamond Industry) સૂત્રોએ જણાવ્યું કે નાની જ્વેલરીના ઉપયોગમાં લેવામાં આવતા નાની સાઈઝના રફ હીરાના ભાવમાં વધારો થયો છે. માંગમાં વધારો થવાના લીધે આ ભાવવધારો થયો છે. પ્રિમીયમ રફના ભાવ પહેલાં જેટલા જ છે. તેથી લાંબી અસર થાય તેમ લાગતું નથી.
તમને જણાવી દઈએ ક રશિયા અને યુક્રેન (RussiaUkraineWar) વચ્ચેના યુદ્ધની ગંભીર અસરો સુરતના હીરા બજાર પર જોવા મળી હતી. ભારતમાં આયાત થતા રફ પૈકી 30 ટકા રફ રશિયામાંથી આવતી હોય છે. યુદ્ધના પગલે અમેરિકાએ રશિયાના ડાયમંડ ખરીદવા પર મનાઈ ફરમાવી દેતાં સુરતના હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. કામકાજ ઘટ્યા હતા. હવે ડીટીસી દ્વારા 5થી 8 ટકા સુધીનો ભાવ વધારો કરતા નાના હીરા ઉદ્યોગકારો ફરી મુશ્કેલીમાં મુકાય તેવા સંજોગો ઉભા થયા છે.