દાહોદ: સંજેલી તાલુકાના ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચે એક વર્ષ અગાઉ દારૂના નશામાં સંજેલી પોલીસ મથક ખાતે આવી સત્તાના નશામાં સ્ટાફ સાથે ગેરવર્તન કરી ધમાલ મચાવતા પોલીસે સરપંચ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કેસ ચાલી જતા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરતા તાલુકા સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો. સંજેલી તાલુકાના ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલભાઈ ચંપકલાલ રાઠોડ 3/5/2021 ના રોજ સત્તાની નશામાં દારૂનો નશો કરી અને સંજેલી પોલીસ મથક ખાતે આવી અને સંજેલી પોલીસ સ્ટાફ સાથે ગેરવર્તન કરવામાં આવી હતી.
તેમજ આ સરપંચ સામે ડુંગરા ગામના વીરસિંગ સળુ રાઠોડ દ્વારા અલગ અલગ ચાર fir પણ નોંધાવવામાં આવી હતી. અને આ સત્તાની નશામાં દારુ ના નશો કરી અને સંજેલી પોલીસ મથક ખાતે આવી ધમાલ મચાવવા સહિતની ફરિયાદ ને આધારે જિલ્લા વિકાસ અધિકારી એ 11/10/20121 ના રોજ સરપંચને કારણદર્શક નોટિસ આપી હાજર રહેવા જણાવ્યું હતું. જે બાદ અવારનવાર મુદ્દતો પડી અને કેસ ચલાવ્યો હતો જે બાદ સરપંચ દ્વારા નશો કરેલી હાલતમાં આવી અને સ્ટાફ સાથે ગેરવર્તન કરેલું હોવાનું તારણ કાઢતાં સરપંચના હોદ્દાને શોભે નહિ તેવું કૃત્ય હોય જેને ધ્યાને લઈને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 (1) મુજબ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી એ ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલભાઈ ચંપકલાલ રાઠોડને હોદ્દા પર મોકૂફ રાખી ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતના ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપવાનો આદેશ કરાતા તાલુકા સહિત જિલ્લામાં સત્તાની નશામાં ડૂબેલા માથાભારે સરપંચોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અને તાલુકામાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.