National

કોળામાં આટલા કરોડનું ડ્રગ્સ મળ્યું, તસકરો અપનાવી અતરંગી ટે્કનિક

મણીપુર: આસામ રાઈફલ્સ (Assam Rifles) અને મણિપુર પોલીસે (Manipur Police) ગુરુવારે કોળાની અંદર છુપાવવામાં આવેલ ડ્રગ્સની (Drugs) ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ 3.5 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યુ હતું. જેની તસકરી (Trafficking) પડોશી દેશ મ્યાનમારથી કરવામાં આવી હોવાની આશંકા છે. જેને ઝડપી પાડવામાં મોટી સફળતા મળ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બાતમીના આધારે કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ ફિરઝાવલ જિલ્લાના ટીપાઈમુખથી દક્ષિણ આસામના કચર તરફ જતી એક પીકઅપ ટ્રકને જીરીબામ ખાતે અટકાવી હતી. તેમજ બે ડ્રગ્સ સ્મગલરો- અબ્દુલ મન્નાન મજુમદાર અને ખલીલ ઉલ્લાહ બરભુઈયાની ધરપકડ કરી હતી.

તપાસ કરતા સુરક્ષા કર્મચારીઓને 30 સાબુના બોક્સમાં 363.45 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું, જે અન્ય શાકભાજી સાથે પીકઅપ ટ્રકમાં ભરેલા કોળામાં છુપાવવામાં આવ્યું હતું. અટકાયત કરાયેલા શખ્સો અને જપ્ત કરાયેલ નશીલા પદાર્થોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જીરીબામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

સીએમ બિરેન સિંહે સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા છે
મણિપુરના મુખ્ય મંત્રી એન બિરેન સિંહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં ડ્રગની હેરફેરના વેપાર સામે લડવામાં સુરક્ષા દળોને તેમના શ્રેષ્ઠ કાર્ય માટે અભિનંદન આપ્યા હતા. અન્ય પોસ્ટમાં, સિંહે મણિપુરમાં ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલ “ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ” અભિયાન વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું, “અમે અગાવ પણ 60,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હેરોઈન ડ્રગ્સ, અફીણ, ગોળીઓ વગેરે રિકવર કર્યા છે, 20,000 હેક્ટરથી વધુ અફીણના વાવેતરનો નાશ કર્યો છે. માત્ર આપણા ભારતીય યુવાનોને બચાવવા માટે. અમે આ અભિયાન ચાલુ રાખીશું.”

અગાવ 1 કરોડની કિંમતનો ગાંજો પોહાની આડમાં છુપાવવામાં આવી રહ્યો હતો.
ગયા મહિને મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક ટ્રકમાંથી લગભગ 655 કિલો ગાંજો જપ્ત કર્યો હતો અને બે તસ્કરોની ધરપકડ કરી હતી. આ ગાંજાને પોહાની આડમાં છુપાવીને ઓડિશાથી સાગર લાવવામાં આવી રહ્યો હતો. એનસીબીની ટીમે કાર્યવાહી કરી ગાંજો અને ટ્રક કબ્જે કર્યા હતો.

પોહાની 550 થેલીમાંથી 655 કિલો ગાંજા મળી આવ્યો
NCBના ઈન્દોર યુનિટના પ્રાદેશિક નિર્દેશક રિતેશ રંજને આ મામલે જણાવ્યું હતું કે ગાંજાના રિકવર થયેલા કન્સાઈનમેન્ટને ઓડિશાના સોનપુર જિલ્લામાંથી મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મોકલવામાં આવી રહ્યા હતા અને બજારમાં તેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે. બાતમીદારની સૂચના પર NCB ટીમે સાગર જિલ્લાના બાંદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટ્રકની તલાશી લીધી અને તેમાં પોહાની 550 થેલીઓના કવરમાં છુપાયેલો લગભગ 655 કિલો ગાંજા મળી આવ્યો હતો.

Most Popular

To Top