National

દિલ્હીમાં ઠંડા પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો, ઠંડીમાં થશે વધારો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) શિયાળાના (Winter) વરસાદે (Rain) દસ્તક આપી છે. આજે એટલે કે 24 જાન્યુઆરીની વહેલી સવારે અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ (Drizzle) જોવા મળ્યો હતો અને ઠંડા પવનો (Cold Wave) ફરી એકવાર શરૂ થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં અઠવાડિયા દરમિયાન ચાર દિવસ સુધી હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આજે મંગળવારે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય હળવો વરસાદ અને ઝરમર વરસાદની આ શ્રેણી 25 જાન્યુઆરીએ પણ જોવા મળી શકે છે. જો કે, 26 જાન્યુઆરીએ વરસાદની કોઈ શક્યતા નથી, જ્યારે આકાશમાં વાદળો છવાયેલા રહેવાની ધારણા છે. તે જ સમયે, 28 જાન્યુઆરીએ ફરી એકવાર, ગાઢ વાદળો ઘેરાશે અને 29 અને 30 જાન્યુઆરીએ ફરીથી વરસાદ અને ઝરમર વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં અઠવાડિયામાં 4 દિવસ વરસાદ પડી શકે છે. તે જ સમયે, નોઇડા, ગાઝિયાબાદ, કાનપુર અને લખનૌમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દિલ્હીનું તાપમાન ફરી ઘટશે
દિલ્હીના તાપમાનની વાત કરીએ તો વરસાદ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે 24 જાન્યુઆરી લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ છે, જે 27 અને 28 જાન્યુઆરીએ ઘટીને 8 ડિગ્રી થઈ શકે છે. જો કે, મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે 29 અને 30 જાન્યુઆરીએ તે ફરીથી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડક પણ વધી શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો પણ થઈ શકે છે, તેમજ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, આ સિવાય 27 જાન્યુઆરી, 2023થી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ઉત્તર પશ્ચિમ ભારત પર જોવા મળશે. જેના કારણે મેદાની વિસ્તારોમાં વરસાદ અને પશ્ચિમ હિમાલયના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગના કહ્યા અનુસાર ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની અસર જોવા મળી શકે છે. તેથી આગામી 4 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.

Most Popular

To Top