Vadodara

ડ્રાઇવરે વ્યાજખોરને 5 લાખ સામે 6.85લાખ ચૂકવ્યા છતાં વધુ 12 લાખની માંગણી

વડોદરા: મકરપુરા વિસ્તારમાં રહેતા યુવકે લગ્નના ખર્ચ માટે મકાન ગીરવી મુક્યું હતું ત્યારબાદ મકાન છોડાવવા 10% ના વ્યાજ પર 5 લાખ લીધા હતા.જેની સામે યુવકે વ્યાજખોરને 6.85 લાખ ચૂકવી દીધા હોવા છતાં તેના દ્વારા સતત રૂપિયાની કડક ઉઘરાણી કરી માર મારવાની ધમકી અપાતા ડ્રાઇવરે યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાંબુવા બેસિલ સ્કૂલ પાસે વિરામ-3 ફ્લેટમાં રહેતા હરગોવિંદ હસમુખ સોલંકી જીઆઇડીસીની કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેઓને વર્ષ 2014માં મેરેજ કરવાના હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. મકરપુરા ડેપોની પાછળ આવેલું મકાન અતુલ બાબુભાઈ પટેલ રહેવાસી મકરપુરાની પાસે ગીરવે મૂકી તેમની પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એક વર્ષ પછી મારે ગીરવે મૂકેલું મકાન છોડાવવાનું હોવાથી મકાન 13 લાખમાં વેચવા માટે કાઢ્યું હતું.

દરમિયાન મારો સંપર્ક ભૂદેવ પ્રસાદ તેગુરિયા (રહે. વ્રજધારા સોસાયટી નોવિનો તરસાલી રોડ) સાથે થયો હતો. ભૂદેવ પ્રસાદ તેમનું મકાન લેવા માટે રાજી થયા હતા અને અમારી પાસેથી દસ્તાવેજ કરાવી ટુકડે ટુકડે રૂ.13 લાખ ચૂકવી પણ દીધા હતા. પરંતુ રૂપિયા પાંચ લાખ અતુલ પટેલને આપ્યા ન હતા. અતુલ પટેલને પાંચ લાખ રૂપિયા આપવાના હોવાથી તેઓ ભૂદેવ પ્રસાદ પાસે 10% ના વ્યાજે પાંચ લાખ લેવાનું નક્કી કર્યું હતું. ભૂદેવ પ્રસાદને વ્યાજ સહિત 6.85 લાખ આપી દીધા હોવા છતાં તે મારી પાસે વધુ 12 લાખની પઠાણી ઉઘરાણી કરી સહ્યા છે ઉપરાંત તેમના ઘરે આવી માર મારવાની ધમકી આપતા હતા અને ચેક રિટર્ન કરાવી તેમની સામે કોર્ટમાં કેસ કર્યો હતો.

Most Popular

To Top