નવી દિલ્હી: NDAના રાષ્ટ્રપતિ પદ(Presidential)ના ઉમેદવાર(Candidate) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)એ આજે આજે પોતાની ઉમેદવારી(Nomination) નોંધાવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi), ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah), સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) સહિત NDAના મોટા નેતાઓ અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ પહેલા ગઈકાલે દ્રૌપદી મુર્મુએ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા તેમના પ્રસ્તાવકોમાં સામેલ હતા.
વાયએસઆર, બીજેડીનું સમર્થન
બીજી તરફ YSR કોંગ્રેસે પણ રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ગુરુવારે રાત્રે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીની ઑફિસમાંથી એક રિલીઝમાં દ્રૌપદી મુર્મુની ઉમેદવારીની પ્રશંસા કરવામાં આવી હતી. “આ એક સારો સંકેત છે કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં, આદિવાસી સમુદાયની એક મહિલાને રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કરવામાં આવી છે,” રિલીઝમાં કહેવામાં આવ્યું છે. આથી YSR કોંગ્રેસ તેમને સમર્થન આપે છે. અગાઉ બીજુ જનતા દળે પણ દ્રૌપદી મુર્મુની ઉમેદવારીનું સમર્થન કર્યું હતું.
દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી
દ્રૌપદી મુર્મુ ગઈકાલે દિલ્હી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. મોદીએ કહ્યું, ‘દ્રૌપદી મુર્મુજીને મળ્યા. રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની દેશભરમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. જમીન પરની સમસ્યાઓની તેમની સમજ અને ભારતના વિકાસ માટે તેમનું વિઝન ઉત્તમ છે.
સોનિયા ગાંધી, શરદ પવાર અને મમતા બેનર્જી પાસે માંગ્યું સમર્થન
દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પછી, તેમણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને NCP વડા શરદ પવાર સાથે ફોન પર વાત કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના સમર્થન માટે અપીલ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જીએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી હતી. એમ પણ કહ્યું હતું કે તે તેના સમર્થન માટે તેની પાર્ટીમાં ચર્ચા કરશે.
કોણ છે દ્રૌપદી મુર્મુ?
દ્રૌપદી મુર્મુનો જન્મ ઓડિશાના આદિવાસી જિલ્લાના મયુરભંજના રાયરંગપુર ગામમાં થયો હતો. દ્રૌપદી મુર્મુ ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂકી છે. તે 18 મે 2015 થી 12 જુલાઈ 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા.