સુરત : (Surat) શહેરમાં ઓમિક્રોનનો (Omicron) પગ પેસારો હવે સીધો જોવા મળી રહ્યો છે. તેનો સૌથી મોટો પૂરાવો (Proof) એ છે કે એક સપ્તાહમાં 500 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વખતે કોરોનામાં (Corona) રાહતના સમાચાર એ છે કે ભૂતકાળની સરખામણીમાં કોરોનાની ઘાતકતા માત્ર એક જ ટકો છે. જોકે, સમસ્યા એ છે કે હાલમાં સામાન્ય શરદી-ખાંસીના (Cold-cough) દર્દીઓમાં (Patient) પણ કોરોના જોવા મળી રહ્યો છે તેમ સુરતના જાણીતા તબીબો જણાવી રહ્યાં છે. જ્યારે 20 ટકા કેસ એવા છે કે જેને અગાઉ કોરોના થઈ ચૂક્યો છે તેમ સુરતના જાણીતા તબીબો (Doctors) ડો.ચિરાગ છતવાણી તેમજ ડો.સમીર ગામી (Dr. Sameer Gami) કહી રહ્યાં છે.
કોરોનાના કેસમાં 90 ટકા એવા છે કે જેમણે રસી મુકાવી છે: ડો. ચિરાગ છતવાણી
ડો ચિરાગ છતવાણીએ (Dr. Chirag Chhatwani) જણાવ્યું હતું કે, 500 ટકા જેટલો વધારો કોરોના ઓપીડીમાં (OPD) આવ્યો છે. તેમાં આ વખતે સંખ્યાબંધ દર્દીઓ એવા આવી રહ્યા છે કે જેઓ અગાઉ કોરોનાની અડફેટે હતા. તેઓ ફરીથી કોરોનાના છપ્પરમાં ફસાયા છે. 90 ટકા દર્દીઓ એવા છે કે જેઓ રસી મૂકાવી છે તેમ છતાં તેઓને કોરોના ડીટેકટ (Detect) થયો છે.
કોરોના ફેલાવાની ઝડપ આ વખતે ગંભીર બાબત છે : ડો સમીર ગામી
ડો સમીર ગામીએ જણાવ્યું હતું કે, વેક્સિન (Vaccine) મુકાવી હોય તેવા વ્યક્તિઓમાં કોરોના જોવા મળી રહ્યો છે. આ વખતે કોરોના ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તેની ઘાતકતા માત્ર એક જ ટકો છે. ગંભીર દર્દીઓ ખુબ ઓછા છે પરંતુ આ વખતે કોરોનાનો ફેલાવો જે રીતે જોવા મળી રહ્યો છે તે ખૂબ ગંભીર કહી શકાય. તમામ તબીબોની ઓપીડી આ વખતે ફૂલ થઇ ગઇ છે.
શહેરમાં ત્રીજી લહેરનું જોર વધ્યું, મંગળવારે 415 કેસ નોંધાયા
સુરત: સુરતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને હવે આ લહેરનું જોર પણ વધવા માંડ્યું છે. રોજ કેસની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ મંગળવારે સુરતમાં કોરોનાના કેસનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં કોરોનાના 415 કેસ નોંધાયા હતા. અગાઉ કોરોનાની બીજી લહેર જયારે ચરમસીમાએ હતી ત્યારે એટલે કે મે માસમાં 15મી તારીખે 356 કેસ નોંધાયા બાદ 16મી મેના રોજ સીધા 482 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ કેસ વધતા-વધતા આંકડો 2500ને પાર કરી ગયો હતો.