હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નૌર (Kinnor)માં ખુબ જ દિલ દહેલાવનારો અકસ્માત પ્રકાશમાં આવ્યો હતો. લાંબા સમય સુધી વ્યસ્ત જીવનમાંથી મુક્તિ મળતા હિમાચલમાં પ્રકૃતિના ખોળે સમય પસાર કરવા આવેલા પ્રવાસી (Tourist)ના માથે અચાનક કાળ તોળાયો હતો. મળતી માહિતી મુજબ ભૂસ્ખલન (Land slide)થી કુલ નવ લોકોનાં મોત (Death) નીપજ્યાં હતાં. અને આમાં જ એક આયુર્વેદ ડોક્ટર દીપા શર્મા (Dr.Dipa shrma)પણ શામેલ છે, જેમણે ‘લાઈફ ઈઝ નથિંગ વિધાઉટ નેચર’ જેવા સુંદર સંદેશ સાથે તેની સુંદર ફોટોઝ અડધા કલાક પહેલા જ પોસ્ટ (Social media post) કર્યા હતા..
સોશિયલ મીડિયા પર દીપા શર્માની આ તસવીર લોકોને જોરદાર ગમી. આ ટૂરનો આનંદ તેના ચહેરા પર પણ દેખાઈ રહ્યો હતો, પરંતુ કોઈને ખબર નહોતી કે આ છેલ્લી તસવીર છે. કિન્નૌરમાં રવિવારે ભૂસ્ખલનની ઘટનાના થોડા સમય પહેલા જ ડો.દીપ શર્માએ ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી. અને તેણે લખ્યું કે તે હાલમાં ભારતના છેલ્લા સ્થાને ઉભી છે, જ્યાં સુધી સામાન્ય નાગરિકોને જવાની મંજૂરી છે. તિબેટ તેનાથી 80 કિમી આગળ છે, જેનો ચીને કબજો કર્યો છે. દીપા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. તેણી પહેલી વાર સોલો ટ્રીપ પર ગઈ હતી. દીપા સતત સોશ્યલ મીડિયા પર પોતાની સફરને અપડેટ કરતી રહેતી હતી..
પીએમ મોદીએ દુ: ખ વ્યક્ત કર્યું
સમાચાર આવ્યા હતા કે એક હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચિટકુલથી સાંગલા જતા પ્રવાસીઓના ટેમ્પો પર મોટો પથ્થર પડ્યો હતો. નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. વડા પ્રધાને દરેક પીડિત પરિવાર માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.
સોશિયલ મીડિયા પર તેના ચાહકો 34 વર્ષીય દીપા શર્માના અચાનક નિધનથી ચોંકી ગયા છે. કિન્નૌરમાં રવિવારે બપોરે 1.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો, ત્યારે અચાનક સાંગલા-ચિતકુલ માર્ગ પર પર્વત પરથી પથ્થરો પડવા લાગ્યા હતા અને નીચે આવતાં તેઓએ વિનાશનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન નીચે બનાવેલો પુલ, પાર્ક કરેલા વાહનો તમામ નાશ પામ્યા હતા, બ્રિજ પરથી પસાર થતી એક ઓટો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. ભૂસ્ખલનમાં પોતાનો જીવ ગુમાવવાના એક દિવસ પહેલા તેણીએ “જીવન પ્રકૃતિ વિના કંઈ નથી.” કેપ્શન સાથે તેના બે ફોટા પોસ્ટ કર્યા હતા.
જેમાં તેનો પોતાની એક વ્યુ લોકોને પ્રકૃતિના સુંદર દૃષ્ટિકોણથી પરિચિત કરતો હતો, પરંતુ દીપા શર્મા કે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા કોઈને પણ ખ્યાલ નહોતો કે આ તેણીની અંતિમ ક્ષણો હશે. અને ડો.દીપ શર્મા કિન્નૌરમાં ભૂસ્ખલનથી પોતાનો જીવ ગુમાવી બેસસે..