નવી દિલ્હી: હાલમાં એક ઈવેન્ટમાં મશહૂર લેખર સલમાન રશ્દી (Salman Rushide) પર જીવલેણ હૂમલો (Attack) કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે લેખક સલમાન રશ્દી પર થયેલા હુમલાની નિંદા હેરી પોટર (Harry Potter) નવલકથાના લેખિકા (Novelist) જેકે રોલિંગને (JK Rowling) પણ કરી હતી. પરંતુ તેમને પણ સલામન રશ્દીની જેમ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. રશ્દીના સમર્થનમાં ટ્વિટ કર્યા બાદ તેમને આ ધમકી મળી હતી.
જેકે રોલિંગને ધમકીઓ જેકે રોલિંગ 57 વર્ષની છે. રોલિંગે ટ્વિટર પર યુઝરના ધમકીભર્યા મેસેજના સ્ક્રીનશોટ શેર કર્યા છે. વાસ્તવમાં, રોલિંગે સલમાન રશ્દી પર હુમલા બાદ ટ્વિટર પર લખ્યું હતું કે તે આવી ઘટનાથી ખૂબ જ દુઃખી છે. તેણે સલમાન રશ્દી રશ્દીના સમર્થનમાં એક ટ્વિટ કર્યું હતું. તેમના ટ્વીટના જવાબમાં એક યુઝરે લખ્યું, “ચિંતા ન કરો, આગળનો નંબર તમારો છે.”
જેકે રોલિંગે ટ્વિટર પર સવાલ ઉઠાવ્યા હતા
ધમકીભર્યું ટ્વિટ શેર કરતી વખતે રોલિંગે ટ્વિટર પર તેના ગુસ્સા વ્યક્ત કર્યો હતો.અને સાથે ટિવ્ટર પર સવાલ પણ ઉઠાવ્યા હતા. ટ્વિટરને ટેગ કરીને તેણે લખ્યું હતું કે શું આ તમારી ગાઈડલાઈન્સ છે? તેણે આગળ લખ્યું – તમે કોઈપણ વ્યક્તિને હિંસાની ધમકી આપી શકતા નથી. અમે હિંસાના સમર્થન પર પણ પ્રતિબંધિત લગાવીએ છીએ.
આશ્ચર્યની વાત એ છે કે જે ટ્વિટર હેન્ડલ પરથી રોલિંગને ધમકી આપવામાં આવી છે તેણે સલમાન રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિ હાદીની પણ પ્રશંસા કરી છે. સલમાન રશ્દી પર 24 વર્ષીય હાદીએ હુમલો કર્યો હતો. હુમલાખોર મૂળ લેબનોનનો છે. જ્યારે સલમાન રશ્દી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો હતો અને તે સ્ટેજ પર પહોંચ્યો ત્યારે હાદીએ તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લેખકની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. બીજી તરફ હુમલાખોરને ચૌટૌકા કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે.
કેવી છે સલમાન રશ્દીની હાલત?
ભારતીય મૂળના નવલકથાકાર અને વિશ્વ વિખ્યાત લેખક સલમાન રશ્દીની તબિયતને લઈને કેટલાક રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરની માહિતી અનુસાર, રશ્દીને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે અને હાલ તેઓ વાત કરવા સક્ષમ છે. ન્યૂયોર્કમાં એક ઈવેન્ટ દરમિયાન તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ એક કાર્યક્રમમાં ભાષણ આપવા જતા હતા ત્યારે આ હુમલો થયો હતો. હુમલાખોરે 20 સેકન્ડમાં તેના પર અનેકવાર છરીના ઘા માર્યા હતા અને સાથે જે તેમની આંખના ભાગે પણ માર માર્યો હતો. રશ્દી ગઈકાલ સુધી વેન્ટિલેટર પર હતા. પોલીસે તાત્કાલિક હુમલાખોરની ધરપકડ કરી હતી, જેની ઓળખ હાદી માતર તરીકે થઈ હતી.