Charchapatra

પાણી કે અગ્નિ સાથે રમત ન જ કરવી

અખબારી આલમ દ્વારા ઘણી વાર નદી કે દરિયામાં સ્નાન કરવા જતાં શ્રધ્ધાળુઓ ડૂબી જવાના દુ:ખદ સમાચાર વાંચવા મળે છે. પોઈચા હોનારત હમણાંનું  દૃષ્ટાંત છે. થોડા સમય પહેલાં દાંડીના દરિયામાં પણ  દુ:ખદ ઘટના ઘટી હતી! પાણી અને અગ્નિ સાથે રમત ન કરવી. અજાણ્યા પાણીમાં સ્વીમીંગ ન જાણતાં હોઈએ તો સ્નાન કરવાની ઈચ્છા ટાળવી જ જોઈએ. થોડાં વર્ષો પહેલાં સુંવાલી બીચ પર નવયુવાનોએ જીવ ગુમાવ્યો હતો. નાનાં બાળકો ગરમીને કારણે નહેરમાં ધબાકા મારતાં ક્યારેક ડૂબી જાય છે.

સમુદ્રમાં ભરતી-ઓટ થતી હોય એ દરમિયાન પણ સાવચેતી અત્યંત આવશ્યક. ઘણા બીચ ઉપર સરકારે ચેતવણીનાં બોર્ડ પણ મૂક્યાં હોય છે કે દરિયો ઊંડાઈ ધરાવતો હોવાથી સ્નાન માટે જવું નહીં. પણ આ સૂચનાનો અનાદર કરી ઘણાં જોખમ ખેડે છે. ક્યારેક એક મિત્રને ડૂબતો બચાવવા બીજો મિત્ર જોખમ ખેડે અને બંને ડૂબીને જાન ગુમાવે. તરતાં નહીં આવડતું હોય તો અકાળે શા માટે મૃત્યુને આમંત્રણ આપવું? નાની વયના કોઈ પરિવારના લાડકવાયા કે આધાર છીનવાઈ જતા હોય છે. નદી, સમુદ્ર કે તળાવ ડુંગરની જેમ દૂરથી જ રળિયામણાં.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટેબલ ટેનિસ રમતવીરો
સુરત શહેરના બે નવયુવાન રમતવીરો, હરમિત દેસાઈ ત્થા માનવ ઠક્કરે, ટેબલ ટેનિસ ઈવેન્ટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓલિમ્પિક્સમાં રમવાનું તેમનું સ્વપ્ન હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભારત દેશ વતી વિશ્વસ્તરે ભાગ લેવાનું ભારત દેશ ત્થા સુરત શહેર માટે ગૌરવ પદ માઈલસ્ટોન કહેવાય. પરંતુ આ અનોખી સિધ્ધ પ્રાપ્ત કરવા પહેલા, ઘણાં વિધ્નો ત્થા વિકટ પરિસ્થતિમાંથી તેઓ પસાર થયાં છે. જે તેમની રમત પ્રત્યેની લગાન ત્થા આત્મવિશ્વાસનો પૂરાવો છે.
સુરત     – દિપક બંકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top