આપણો ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે અને અલગ અલગ તહેવારોનું મહત્ત્વ છે, તેમાંય ગણેશોત્સવ જેમ મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાય છે તેમ ગુજરાતમાં અનોખી ઉજવણી થાય છે. પરંતુ તહેવારોની ઉજવણીમાં અનેક દૂષણો વધી ગયાં છે. ભકિતભાવથી ઉજવણી થાય તે બરાબર છે, ગણેશોત્સવ 10 દિવસનો તહેવાર છે. ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તેની બાજુમાં જ યુવાનો પાનાપત્તા રમે, કેરમ રમે, જોરજોરથી સ્પીકર પર ગીતો વગાડવામાં આવે, મહિલાઓ રાત્રે ગરબા રમે, યુવાનો ડીસ્કોની ધૂન પર ડાન્સ કરે, આવા 10 દિવસમાં તો ગણેશજી હેરાન પરેશાન થઇ જતા હોય છે, ઠીક છે ગણેશજીની મૂર્તિ સામે ભજન-આખ્યાન કરો, સંતવાણી,ડાયરાના કાર્યક્રમો ગોઠવો, આમ સત્સંગલક્ષી પ્રવૃત્તિ થવી જોઇએ. અનંત ચૌદશના દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જન પણ શાંતિપૂર્ણ રીતે કરો, અંતમાં ગણેશજીને હેરાન પરેશાન ન કરો તે જ સાચી ભકિત છે.
તરસાડા -પ્રવીણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.