એક ઓફિસમાં એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવ્યો.ઓફીસના એન્ટ્રન્સથી વછે ચાલવાના પેસેજમાં થોડા થોડા અંતરે જુદા જુદા રંગના તકિયા લટકાવવામાં આવ્યા.અમુક તકીયામાં રૂ ભરેલું હતું …અમુક તકીયામાં રેતી અને અમુક તકીયામાં નાના નાના પથ્થર. આમ તો બધા તકિયા એક સરખા જ દેખાતા હતા પણ અંદર જુદી જુદી વસ્તુ હતી.ઓફિસનો સમય થયો એક પછી એક ઓફિસમાં કામ કરતા માણસો આવવા લાગ્યા.આમ તકિયો લટકતા જોઈ બધાને નવાઈ લાગી પણ આમ જ કોઈ કારણ વિના લગભગ બધા જ તે તકિયાને હાથ મારીને જવા આવવા લાગ્યા…જેમના હાથ રૂના તકિયા પર પંચ બની પડ્યા તેમને તો મજા આવી તેમને એક બે પાંચ બીજા લગાવી દીધા…
રેતીવાળા તકિયાને પંચ મારવામાં હાથ પણ થોડો માર લાગ્યો …તેમણે બીજી વાર તેની પર પંચ મારવામાં વિચાર કર્યો…અને જેમના હાથનો પંચ પથ્થર ભરેલા તકિયા પર પડ્યો તેમને હાથ પર માર વાગ્યો અને તેમણે બીજીવાર હાથ ઉગામી પંચ મારવાનો વિચાર જ ન કર્યો. એક બે દિવસ થયા હવે લગભગ બધાને ખ્યાલ આવી ગયો કે ત્રણ પ્રકારના તકિયા છે અને હવે આવતા જતા લોકો ગોતીને રૂ વાળા પોચા તકિયાને જ એક બે પંચ મારતા.બીજા તકિયા પર પંચ મારતાં નહિ.
અઠવાડિયા પછી એક સેમીનાર થયો તેમાં આ પ્રયોગ કરનાર મનોવૈજ્ઞાનિકે કહ્યું, ‘આ પ્રયોગમાં તમે બધા જ સાધન અને સાધ્ય હતા અને જે અવલોકન કરવામાં અવાયું છે અને તેનું પરિણામ પણ તમારા માટે જ છે.ત્રણ પ્રકારના તકિયા હતા …તમે બધાએ કારણ વિના, બસ વચ્ચે લટકતા હતા એટલે તેની પર આવતા જતા પંચ માર્યા….જયારે ખબર પડી કે ત્રણ પ્રકારના તકિયા છે અને રેતી અને પથ્થર વાળા તકિયાને મારવાથી આપણને વાગે છે એટલે તમે શોધીને ..ધ્યાન રાખીને …યાદ રાખી લીધા કે રૂ વાળા તકિયા કયા કયા છે અને પછી તમે તેની પર જ આવતા જતા પંચ મારતાં હતા.
આ પ્રયોગ સમજાવે છે કે દુનિયાના લોકો કારણ વિના પણ તમારી નિંદા કરશે ..તમને પરેશાન કરશે.પણ તમે રેતી અને પથ્થરવાળા તકિયાની જેમ મજબુત બનશો …પ્રતિકાર કરશો તો ધીમે ધીમે તેઓ તમારાથી દુર રહેશે પણ જો રૂ વાળા તકીયાની જેમ સોફ્ટ ટાર્ગેટ બનશો એટલે કે કોઈ પ્રતિકાર નહિ કરો તો બધા તમને આવીને પરેશાન કરશે.હંમેશા પ્રતિભાવ અને પ્રતિકાર બરાબર આપવો એટલે બીજીવાર કોઈ તમને પરેશાન ન કરે.કોઈને સામેથી પરેશાન કરવા નહિ પણ જો કોઈ પરેશાન કરવા આવે તો સોફ્ટ ટાર્ગેટ બનવું નહિ.આટલું યાદ રાખજો.’મનોવૈજ્ઞાનિકે સુંદર દ્રષ્ટાંત સાથે વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.