Entertainment

“Dono” ટ્રેલર રીલિઝ: પિતાની જેમ ગદર મચાવવા તૈયાર રાજવીર, પૂનમ ઢિલ્લોનની પુત્રી સાથે કરશે ડેબ્યૂ

મુંબઇ: બોલિવૂડ (Bollywood) એક્ટર સની દેઓલની (Sunny deol) ફિલ્મ ‘ગદર 2’ (Gadar-2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન સની દેઓલના નાના પુત્ર રાજવીર દેઓલની ડેબ્યૂ (Debut film) ફિલ્મ ‘દોનો’નું (Dono) ટ્રેલર (Trailer) લોન્ચ કરવામાં આવ્યું છે. દેઓલ પરિવારની સાથે સામાન્ય લોકો પણ રાજવીર દેઓલની ફિલ્મ દોનો’ના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં આ ફિલ્મનું ટ્રેલર સોમવારે એટલે કે 4 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ (Release) કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

ફિલ્મમાં જોવા મળેલી તેમની કેમિસ્ટ્રી ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. આ ફિલ્મની વાર્તા એક પ્રેમકથા છે અને તેની સાથે બીજી ઘણી વાર્તાઓ જોડાયેલી છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે રાજવીર એક શરમાળ છોકરો છે જે પોતાના બેસ્ટ ફ્રેન્ડ સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતો નથી અને અંતે તેના લગ્ન નક્કી થઈ જાય છે. તે જ લગ્નમાં, તે પાલોમાને મળે છે. જેણે એક મહિના પહેલા જ લાંબા સંબંધ સાથે બ્રેકઅપ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ બંનેની વાર્તા કેવી રીતે આગળ વધે છે. આ ફિલ્મ 5 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

જો કે અવનીશ બડજાત્યા આ ફિલ્મના નિર્દેશક છે. અવનીશ બડજાત્યા નિર્દેશક તરીકે પોતાનું પહેલું પગલું ભરવા જઈ રહ્યા છે એટલે કે ‘દોનો’ તેની પહેલી દિગ્દર્શક ફિલ્મ હશે. ટ્રેલર લોન્ચ દરમિયાન રાજવીરે ખુલાસો કર્યો કે તે બાળપણથી જ તેના પિતાની ફિલ્મો એટલી જોતો હતો કે તે આર્મીમાં જોડાવા માંગતો હતો. ધીરે ધીરે તેની માનસિકતા બદલાઈ અને તે ફિલ્મોમાં આવ્યો. રાજવીરે કહ્યું, ‘લોકો વિચારતા હતા કે હું પણ મારી ફિલ્મોમાં મારા પિતાની જેમ લડતો કે બૂમો પાડતો જોવા મળીશ, પરંતુ હું આનાથી બિલકુલ વિરુદ્ધ છું.’

ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની દેઓલ, પૂનમ ધિલ્લોન, સૂરજ બડજાત્યા અને ફિલ્મના કલાકારોએ હાજરી આપી હતી. આ પ્રસંગે સની દેઓલે કહ્યું- મેં ફિલ્મ જોઈ છે. આ આજના સમયની લવ સ્ટોરી છે. વધુમાં સની દેઓલે મીડિયાને કહ્યું કે, ‘હું મારા બાળકો તમને સોંપી રહ્યો છું, ધ્યાન રાખજો.’

Most Popular

To Top