SURAT

વિશ્વ ઓર્ગન ડોનેશન દિવસ: સુરત આખા ગુજરાતમાં ઓર્ગન ડોનેશનમાં અવ્વલ

સુરત : તા. 13 ઓગષ્ટને વિશ્વ ઓર્ગન ડોનેશન દિવસ (World organ donation day) એટલે કે અંગદાન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારત (India)માં ગુજરાત (Gujarat)માં સૌથી વધારે અંગોનું દાન (Highest donation) થાય છે. તેમાં પણ સુરત (Surat)માં ડોનેટ લાઇફ (Donate life) દ્વારા સૌથી વધારે અંગોનું દાન કરવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતા ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હુતં કે, આપણ દેશમાં ૨૦ લાખથી વધુ કિડની નિષ્ફળતાના દર્દીઓ છે અને દર વર્ષે તેમાં બે થી અઢી લાખ નવા દર્દીઓનો વધારો થતો જાય છે. આવી જ હાલત લિવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસાં અને નેત્ર સંબધિત રોગોની પણ છે. દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. સુરત આજે ગુજરાતમાં ઓર્ગન ડોનેશનમાં અવ્વલ છે. ગુજરાતમાં ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં આજે જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમાંથી ૪૫% વધુ ઓર્ગન સુરત શહેર આપી રહ્યું છે.

સુરતમાં 44 હૃદયના દાન કરાયા છે, આ ઉપરાંત 9 ફેંફસાના દાન પણ કરવામાં આવ્યા છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા આઠ જોડ ફેફસાના દાન કરાવવામાં આવ્યા છે. જેમાંથી ૧૦ ફેફસા ચેન્નાઈ, ૪ ફેફસા મુંબઈ અને ૨ ફેફસા બેંગ્લોરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૭ માં ડોનેટ લાઈફ દ્વારા ૧૪ મહિનાના બ્રેનડેડ બાળકનાકિડની અને હૃદયનું દાન કરાવ્યું હતું. ડીસેમ્બર ૨૦૨૦માં ડોનેટ લાઈફ દ્વારા સુરતમાંથી જશ સંજીવ ઓઝા નામના અઢી વર્ષના બ્રેનડેડ બાળકના અંગોનું દાન કરાવવામાં આવ્યું હતું. આ બાળકી સમગ્ર ભારત દેશમાં સૌપ્રથમ નાની ઉંમરના બાળકના અંગદાન કરાયાની ચર્ચા સમગ્ર ભારતમાં હતી.

એક વર્ષમાં કેટલા અંગોનું દાન કરાયુ..?

ડોનેટ લાઇફ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩૬ કિડની, ૨૦ લિવર, ૮ હૃદય, ૧૨ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૩૪ ચક્ષુઓ સહીત કુલ ૧૧૧ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ ૧૦૨ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ૩૯૬ કિડની, ૧૬૫ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૪ હૃદય, ૧૬ ફેફસાં અને ૨૯૮ ચક્ષુઓ કુલ ૯૧૫ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૪૦ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે

Most Popular

To Top