ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાંની સાથે જ અમેરિકા ગેરકાયદે આવતાં લોકો પર કાયમી પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. આ પછી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ૭.૨૫ લાખ ભારતીયોનું ભવિષ્ય પણ દાવ પર લાગી ગયું છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અંદાજ મુજબ વર્ષ ૨૦૨૨માં અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓની કુલ સંખ્યા ૧૦ કરોડ હતી, પણ તેમાં ભારતમાંથી આવતાં ગેરકાયદેસર વસાહતીઓની સંખ્યા લગભગ ૭ લાખ ૨૫ હજાર છે.
અમેરિકામાં મેક્સિકોથી આવેલાં ગેરકાયદેસર વસાહતીઓની સંખ્યા ૪૦ લાખ છે તો અલ સાલ્વાડોરથી ગેરકાયદેસર વસાહતીઓની સંખ્યા ૭ લાખ ૫૦ હજાર છે. અમેરિકામાં રહેતાં કુલ ગેરકાયદે વસાહતીઓમાં મેક્સિકોનો હિસ્સો ૩૭% છે. અમેરિકાની કુલ વસ્તીમાં ગેરકાયદેસર વસાહતીઓની સંખ્યા ૩.૩% છે. ગેરકાયદેસર વસાહતીઓના મુદ્દે ભારતનું વલણ એવું રહ્યું છે કે વિશ્વમાં જ્યાં પણ ભારતીયો રહે છે, તેમણે તે સ્થળના કાયદાનું પાલન કરવું જોઈએ.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૩ માં જ ૯૦ હજાર ભારતીયોની અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે ભારતનાં લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના પ્રયાસો કરે છે. ગુજરાત અને પંજાબ જેવાં રાજ્યોનાં રહેવાસીઓમાં અમેરિકાનો એટલો મોહ છે કે તેઓ વ્યક્તિદીઠ ૨૫થી ૩૦ લાખ રૂપિયાનો ખર્ચો કરીને દલાલો દ્વારા અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરે છે.
ઘણી વખત તેઓ સરહદ પર પકડાઈ જાય છે ત્યારે તેમણે ખર્ચેલા લાખો રૂપિયા નકામા જાય છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલાં લોકોની ધરપકડ કરીને તેમને હાથકડી પહેરાવીને તેમના દેશમાં મોકલવાનો પ્રારંભ કર્યો તેને કારણે ખળભળાટ મચી ગયો છે. ગયા વર્ષે જ એક હજારથી વધુ ભારતીયોને પાછાં મોકલવામાં આવ્યાં હતાં. ભારત સરકાર ગેરકાયદેસર વસાહતીઓને પરત લાવવા માટે ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને કામ કરી રહી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૮,૦૦૦ ભારતીય ગેરકાયદેસર વસાહતીઓની ઓળખ કરવામાં આવી છે.
અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ડેટા અનુસાર નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અમેરિકામાં ૨૦,૪૦૭ એવાં ભારતીયો હતાં, જેમને અમેરિકા બિનદસ્તાવેજીકૃત તરીકે વર્ણવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આ ભારતીયો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ભારતીયોને દૂર કરવાનો અંતિમ આદેશ ગમે ત્યારે આવી શકે છે. અમેરિકા ૧૭,૯૪૦ ભારતીયોને પેપરલેસ ગણાવે છે. તેમાંથી ૨,૪૬૭ ભારતીયો અમેરિકાના ઈમિગ્રેશન ડિટેન્શન કેમ્પમાં કેદ છે. વર્ષ ૨૦૨૪માં અમેરિકાના ઈમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગે ૨ લાખ ૭૦ હજાર વસાહતીઓને ૧૯૨ દેશોમાં પાછા મોકલી દીધાં છે. આમાં ભારત પણ સામેલ છે. વર્ષ ૨૦૨૪માં અમેરિકાએ ૧,૫૨૯ ગેરકાયદેસર ભારતીયોને ભારત પાછાં મોકલી દીધાં છે.
ICEના વાર્ષિક અહેવાલ મુજબ ચાર વર્ષમાં દેશનિકાલ કરવામાં આવતાં ભારતીયોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. અમેરિકાએ ૨૦૨૧માં ૨૯૨ ભારતીયોને ડિપોર્ટ કર્યાં હતાં. ૨૦૨૪માં આ સંખ્યા વધીને ૧,૫૨૯ થઈ જશે. ૬ ડિસેમ્બરે ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં માહિતી આપી હતી કે અમેરિકાએ નવેમ્બર ૨૦૨૩થી ઓક્ટોબર ૨૦૨૪ વચ્ચે ૫૧૯ ભારતીયોને ડિપોર્ટ કર્યાં હતાં. જો બિડેન, બરાક ઓબામા અને જ્યોર્જ બુશની નીતિઓ સ્થળાંતર કરનારાંઓ પ્રત્યે નરમ હતી, પરંતુ ટ્રમ્પ તેને સંપૂર્ણપણે બદલવા જઈ રહ્યા છે. અમેરિકન સરહદ અધિકારીઓએ વન એન્ટ્રી કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત વન એન્ટ્રી કાર્યક્રમ હેઠળ થનારા પરપ્રાંતીયોના તમામ ઇન્ટરવ્યુ પણ રદ કરવામાં આવ્યા છે.
ગેરકાયદેસર વસાહતીઓને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ કેટલી કડક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ તેમણે મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લાદી દીધી છે અને ત્યાં સેના મોકલી છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં હાજર ગેરકાયદે વસાહતીઓ સામે પણ આટલી જ કડકાઈ દાખવશે તો હાલમાં અમેરિકાના રડાર પર રહેલાં ગેરકાયદે અમેરિકામાં રહેતાં ૧૮,૦૦૦ ભારતીયોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થશે.
યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓ માને છે કે ખોટી રીતે અમેરિકા આવેલા તેનાં નાગરિકોની ઓળખ કરવામાં ભારત અમેરિકાને મદદ કરતું નથી. આ કારણોસર ICE એ ભારતને અસહયોગી દેશોની શ્રેણીમાં મૂક્યું છે. ભારત સિવાય આ યાદીમાં ભૂટાન, બર્મા, ક્યુબા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, એરિટ્રિયા, ઈથોપિયા, હોંગકોંગ, ઈરાન, લાઓસ, પાકિસ્તાન, ચીન, રશિયા, સોમાલિયા અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે.
અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોમાં કરવામાં આવેલા અણધાર્યા ફેરફારોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પ્રવાસીઓને વધારાની સાવચેતી રાખવા ભલામણ કરી છે. સરકારે કહ્યું છે કે પ્રસ્થાન પહેલાં મુસાફરોએ તેમના તમામ દસ્તાવેજો જેમ કે રિટર્ન ટિકિટ અને મુસાફરી યોજનાના પુરાવાની ખાતરી કરવી જોઈએ. અમેરિકાની મુલાકાત લેવા જતાં પ્રવાસીઓને નવા ઈમિગ્રેશન નિયમો વિશે જાણવા માટે સત્તાવાર સરકારી વેબસાઈટ જોવાની અને ટ્રાવેલ એજન્ટની સલાહ લેવાની પણ ભલામણ કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જન્મથી નાગરિકતા ખતમ કરવાનો આદેશ પણ આપ્યો છે, જેના કારણે અમેરિકામાં રહેતાં હજારો ભારતીયોની મુશ્કેલીઓ વધી ગઈ છે. આને ધ્યાનમાં રાખીને, જે ભારતીય મહિલાઓ કે તેમની ગર્ભાવસ્થાના ૭મા કે ૮મા મહિનામાં છે, તેમણે હોસ્પિટલોની બહાર સિઝેરિયન ડિલિવરી માટે લાંબી લાઈન લગાવી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકામાં જન્મ અધિકાર નાગરિકતા સમાપ્ત કરવાના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ એ સુનિશ્ચિત કરશે કે વિદેશી પાસપોર્ટ ધારકોનાં બાળકોને હવે અમેરિકાના નાગરિક ગણવામાં આવશે નહીં. આમાં એવાં લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ દેશમાં કાયદેસર રીતે રહે છે. તાજેતરની વસ્તી ગણતરી અનુસાર અમેરિકામાં ૫૪ લાખથી વધુ ભારતીયો છે, જે અમેરિકન વસ્તીના લગભગ ૧.૪૭ ટકા છે. આમાંથી બે તૃતીયાંશ લોકો વસાહતીઓ છે, જ્યારે ૩૪% અમેરિકામાં જન્મેલાં છે. જો ટ્રમ્પનું આ પગલું અમલમાં આવશે તો કામચલાઉ વર્ક વિઝા અથવા ટૂરિસ્ટ વિઝા પર અમેરિકામાં રહેતાં ભારતીય નાગરિકોનાં બાળકોને હવે આપોઆપ નાગરિકતા મળશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પના ઓર્ડરનો હેતુ દેશમાં બર્થ ટુરિઝમના ટ્રેન્ડને સમાપ્ત કરવાનો પણ છે. બર્થ ટુરિઝમ એ એક ટ્રેન્ડ છે, જેમાં મહિલાઓ માત્ર બાળકને જન્મ આપવા માટે જ અમેરિકાની મુસાફરી કરે છે.
ન્યુ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર તાજેતરમાં બનેલી ઘટનાએ ભારતીયોની આ ચિંતાઓને વધારી દીધી છે. B-1/B-2 વિઝિટર વિઝા પર તેમનાં બાળકોની મુલાકાત લેનારાં ભારતીય દંપતીને રિટર્ન ટિકિટ ન દર્શાવવા બદલ અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એરપોર્ટ પરથી જ તેમને ભારત પરત મોકલવામાં આવ્યાં હતાં. આ પાછળ તર્ક આપતાં અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાના ૨૦૨૫ના ઈમિગ્રેશન નિયમો હેઠળ વિઝિટર વિઝા પર અમેરિકા આવતાં લોકો પાસે રિટર્ન ટિકિટ હોવી જરૂરી છે. ભારતીય દંપતીને એ વાતની જાણ ન હતી કે જો તેમની પાસે રિટર્ન ટિકિટ ન હોય તો તેમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, જેના કારણે મુસાફરો મૂંઝવણમાં મૂકાયાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.