Comments

એક જ પક્ષનું વર્ચસ્વ: રાજાજીની ચેતવણી

આજે ભારતીય જનતા પક્ષ છે એવી રીતે છેક ૧૯૫૭ માં કોંગ્રેસનું ભારતીય રાજકારણ પર એકચક્રી રાજ ચાલતું હતું ત્યારે ચક્રવર્તી રાજ ગોપાલાચારીએ એક જ પક્ષના વધુ પડતા વર્ચસ્વથી લોકશાહીને માથે જે જોખમ સર્જાય તેનો નોંધપાત્ર નિબંધ લખ્યો હતો. પીઢ સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધી-નેહરુના એક વખતના અત્યંત નિકટવર્તી નેતા તેમ જ કેન્દ્ર અને રાજયમાં ઉચ્ચ રાજકીય પદ ધરાવનાર ‘રાજાજી’ પોતાના એક સમયના પક્ષ અને એક વખતના સાથી બિરાદરોના નેતૃત્વ હેઠળ દેશ જે દિશામાં પ્રગતિ કરતો હતો તેનાથી મોહભંગ થયા હતા અને ૧૯૫૭ ના સ્વાતંત્ર્ય દિને એક સામયિકમાં પ્રગટ થયેલા પોતાના નિબંધમાં આ મોહભંગની રજૂઆત કરી હતી. સંસદીય લોકશાહીની સફળ કામગીરીનો આધાર બે પરિબળો પર છે. (૧) સરકારના હેતુઓ બાબતમાં પ્રજાના બહુમતી વર્ગની સહમતી (૨) દ્વિપક્ષી પધ્ધતિનું અસ્તિત્વ જેમાં બે ય મોટા રાજકીય પક્ષો અસરકારક અને સતત નેતૃત્વ ધરાવે અને દેશની બહુમતી ચાહે ત્યારે સત્તાનાં સૂત્રો ગ્રહણ કરવાને સક્ષમ હોય. ‘રાજાજી’એ કહ્યું હતું કે એક પક્ષ હંમેશાં સત્તા પર રહે અને વિરોધનો સૂર બિનસંગઠિત વ્યકિતઓમાં અને સાપેક્ષ રીતે મહત્ત્વહીન જૂથોમાં વહેંચાઇ જાય તો સરકાર અનિવાર્યપણે આપખુદ બની જાય છે.

આ તબકકે કોંગ્રેસ હજી એક દાયકાથી જ સત્તા પર હતી અને રાજયોમાં પણ સતત સત્તા પર રહી હતી. કોંગ્રેસનો આત્મસંતોષ અને ઘમંડ જોઇ ‘રાજાજી’એ લખ્યું હતું કે એકપક્ષી લોકશાહી બહુ ઝડપથી પોતાનું પ્રમાણભાન ગુમાવે છે. તે સર્વગ્રાહી રીતે કામ નથી કરી શકતી અને પક્ષ સંસદ કરતાં વધુ મહત્ત્વનો બની જાય છે. નેતા પક્ષની બહુમતી જોઇને નિર્ણય લે છે અને આપખુદી આવે છે પણ નેતા બંધબારણે ચર્ચા કરે તો એવું નહીં બને અને આપખુદીના અવરોધ બને. રાજાજીએ ભૂતકાળમાં કોંગ્રેસ માટે લખેલી વાત આજે ભારતીય જનતા પક્ષના શાસન હેઠળના ભારત માટે વધુ સંબધ્ધ બને છે.

ભારતીય જનતા પક્ષ કેન્દ્રમાં સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે પણ દેશનાં કેટલાંક મહત્ત્વનાં રાજયોમાં સત્તા નહીં ધરાવતો હોવાથી તેની આપખુદીની મહત્ત્વાકાંક્ષા પર નિયંત્રણ તરીકે કામ કરે છે. આમ છતાં રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષ નબળો અને ખંડિત છે અને નરેન્દ્ર મોદી નેહરુ કરતાંય વધારે વ્યકિતત્વની આભા ઊભી કરવા માંગે છે અને ૧૯૫૦ ના દાયકામાં દૂર દૂર સુધી જેની કલ્પના માત્ર થઇ શકતી ન હતી તે પ્રચાર તંત્ર તેમાં ઉમેરાયું છે અને તેમાં ગૃહ પ્રધાન પધ્ધતિસર જોડાયા છે અને નેહરુ કરતાં વધુ પ્રમાણમાં મોદીએ લોકશાહી સંસ્થાઓને હેઠી પાડી છે.

રાજાજીએ ભારતીય લોકશાહીની સ્થિતિ વિશે બીજો એક લેખ લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે લોકશાહીમાં નાગરિકો પોતાની જાતે વિચારવાની અને નિર્ણય લેવાની જવાબદારી નહીં સ્વીકારે ત્યાં સુધી નાગરિક  જીવનનો કોઇ સિદ્ધાંત સંતોષકારક રીતે સફળ નહીં થઇ શકે. તેને બદલે સ્વતંત્ર રીતે વિચારવાને બદલે મુકત નિર્ણય લેવાને બદલે લોકોમાં પોપટિયું રટણ વધી ગયું છે. તેઓ  શબ્દોનું તેના અર્થ અને અસર વિશે વિચાર કર્યા વગર પોપટિયું રટણ કરે છે.

૧૯૫૦ ના દાયકામાં નેહરુના વખતમાં જે સંદેશવ્યવહારના અને વિચારપ્રસારના વર્તાવ પ્રાપ્ય હતા તેના કરતાં આજે વધારે પ્રાપ્ય છે ત્યારે આ વાત એટલી જ સાધ્ય લાગે છે ને? દિલ્હીનાં પ્રતિષ્ઠિત અખબારો અને અંગ્રેજી અને ખાસ કરીને હિંદી ચેનલો જુઓ, જયાં ગુલામની જેમ સરકારનું પોપટિયું રટણ થાય છે. જે બધા ભારતીય લોકશાહીની ઐસી કી તૈસી કરીને મોદીને મહાન ચીતરવામાં વ્યસ્ત છે. નાગરિકોને પોતાની રીતે વિચારતા અને નિર્ણય કરતા રોકમાં ભકત સમુદાય પેદા થયો.

૧૯૫૦ ના મે માં ચેતવણી આપી હતી કે સ્વતંત્ર વિચાર અને વિશ્લેષણના સ્થાન ગુલામીની વૃત્તિ આવશે તો લોકશાહીને રાજકીય રોગ લાગુ પડી જશે. મુકત અને વિશ્લેષણાત્મક વાતાવરણ સમતોલ લોકશાહી માટે જરૂરી છે. તેના વગર પૈસા કમાવાની, દગો ફટકો કરવાની અને બેઇમાનીની જડ વિકાસ પામશે. વિરોધપક્ષની ઉપસ્થિતિ આવી ઝેરી જડને પાંગરતી રોકવાનો કુદરતી ઉપચાર છે. એવો વિરોધ પક્ષ જે અલગ રીતે વિચારે અને મત માટે ફાંફા મારવાને બદલે વંચિતોને શાસક પક્ષે આપ્યું તેના કરતાં વધુ આપે અને એવા વિશ્વાસથી કામ કરે કે ભારતીય પ્રજાસત્તાક પર લોકશાહી  વધુ સારી રીતે શાસન કરી શકાય. તેવી શ્રદ્ધા રાખે.

તે પછીનાં વર્ષે ૮૦ વર્ષની વયે ‘રાજાજી’એ પોતાની વિચારધારાને અમલમાં મૂકવા માટે સ્વતંત્ર પક્ષની શરૂઆત કરી, જેનું ખતરનાક વૈયકિતક સ્વાતંત્ર્યની રક્ષા કરવા માટે દેશના અર્થતંત્રને ‘લાયસન્સ પરમિટ કવોટા રાજ’માંથી મુકત કરવાનું અને પશ્ચિમની લોકશાહી સાથે ગાઢ સંબંધ રાખવાનું હતું. રાજાજી કોંગ્રેસ સરકારની આર્થિક અને વિદેશનીતિનો વિરોધ કરતા હતા છતાં તેઓ નેહરુની ધાર્મિક સંવાદિતા અને લઘુમતીઓના હકો પ્રત્યેની સમર્પિતતાના મતને માનતા હતા અને સ્વતંત્ર પક્ષ કોંગ્રેસ માટે એક જબરદસ્ત બૌદ્ધિક અને વૈચારિક પડકાર બની ગયો. છતાં સ્વતંત્ર પક્ષ કે અન્ય કોઇ પણ પક્ષ કોંગ્રેસની રાજકીય સર્વોપરિતામાં ખાસ મોટું ગાબડું પાડી શકયો નહીં.

રાજાજીએ લખ્યું  હતું કે ચૂંટણી પ્રચાર ખર્ચાળ છે અને ચૂંટણી ભંડોળ પર ઇજારાશાહીને કારણે કોંગ્રેસ સફળ થાય છે. તંત્ર પર કાબૂ ધરાવનાર ભારતીય જનતા પક્ષના રાજમાં આજે લગભગ આવી જ પરિસ્થિતિ છે. જો કે સુપ્રીમ કોર્ટે આશ્ચર્યજનક રીતે રદ કરેલી ભારતીય જનતા પક્ષની ચૂંટણી બોંડ જેવી યોજનાઓ શાસક પક્ષને વિરોધીઓ પર ખાસ કરીને સામાન્ય ચૂંટણી પ્રસંગે લાભ આપે છે. રાજાજીનું ચિરંજીવ મૂલ્ય ધરાવતું અન્ય કેટલુંક લખાણ વિદ્વત્તાભર્યું અને વાંચવાલાયક છે, પણ અખબારી અને સામયિક સાહિત્ય તો  ભૂલાઇ જાય. લોકશાહી સામેના એક પક્ષના વર્ચસ્વનાં ભયસ્થાનોની રાજાજીએ ૧૯૫૭-૫૮ માં કરેલી વાતો અત્યારે વધુ સુસંગત છે.

રાજાજીએ જો કે સ્વીકાર્યું હતું કે નેહરુ અને તેમના સાથીઓ ‘સારા માણસ’ હતા. આજે સત્તાધારી પક્ષ માટે એવું કહી શકાશે? તેઓ લોકશાહી મૂલ્યો અને રસમોના નેહરુના કામની કોંગ્રેસ કરતાં વધુ વિરોધીઓ છે. બે વાર ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા છતાં શાસક પક્ષના વ્યકિતપૂજાના ઘમંડને કારણે આર્થિક-સામાજિક ક્ષેત્રે નિરાશાજનક  કામગીરી થઇ છે અને પડોશી દેશો અને વિશ્વમાં આપણા વિચારોનું અવમૂલ્યન થયું છે. કેન્દ્રમાં બે મુદત સુધી ભારતીય જનતા પક્ષનું (ગેર)શાસન દેશને અને તેના લોકોને ભારે મોંઘું પડયું છે. ત્રીજી વાર ભારતીય જનતા પક્ષ ચૂંટાશે તો દેશમાં વિનાશ સર્જાશે.

આપણા દેશને ૧૯૫૦ માં મજબૂત અને ચપળ વિરોધ પક્ષ મળવો જોઇતો હતો અને ૨૦૨૦ ના દાયકામાં તેનાથી વધુ જોરદાર વિરોધ પક્ષ મળવો જોઇતો હતો. રાજાજીને છેલ્લી વાર યાદ કરી લઇએ: વિરોધ પક્ષ એવો હોવો જોઇએ જે જુદી રીતે વિચારતો હોય અને બીબાંઢાળ રીતે નહીં વર્તે. એવો વિરોધ પક્ષ હોવો જોઇએ જે બૌદ્ધિક રીતે આકર્ષક હોય અને ભારત પર લોકશાહી પ્રજાસત્તાકની દૃષ્ટિએ શાસન કરે અને વંચિતો પણ બૌધ્ધિક રીતે તેનો અસ્વીકાર નહીં કરે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top