સુરત: સુરતના (Surat) સચિન GIDC વિસ્તાર માં એક રખડતા શ્વાને (Street DOG) ઘર બહાર રમતા 7 બાળકો પૈકી એક પર એટેક કરી માસુમના માથા પર 5 બાઈટ (Dog Bite) કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ શ્વાન ના હુમલા બાદ લોકોએ મહામુસીબતે માસુમને શ્વાનના પંજામાંથી છોડાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા માસુમ સંતોષને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.
પીડિત બાળકના પિતાએ કહ્યું મારો દીકરો સંતોષ રમતો હતો ત્યારે અચાનક શ્વાને એટેક કરતા લોકો દોડી આવ્યા હતા નહિતર રસ્તા પર જાહેરમાં જ શ્વાન માસુમ સંતોષને ફાડી ખાધું હોત. મુકેશ માવી (પીડિત બાળકના પિતા) એ કહ્યું હતું કે 10 વર્ષથી સુરત સચિન GIDC વિસ્તારમાં કડીયા કામ કરી 4 બાળકો સહિત પત્ની નું ગુજરાન ચલાવી રહ્યા છે. દાહોદ ના વતની મુકેશભાઈ એ કહ્યું હતું કે ઘટના બપોરે 12 વાગ્યા ની આસપાસ ની હતી. માસુમ સંતોષ (ઉ.વ. 3) ઘર બહાર અન્ય બાળ મિત્રો સાથે રમતો હતો. ત્યારે અચાનક એક રખડતા શ્વાને એટેક કર્યો હતો. 7 બાળકો પૈકી સંતોષના માથા ને શ્વાને પોતાના જબડા માં પકડી લીધું હતું. નજરે જોનારા દોડી આવ્યા બાદ મહામુસીબતે શ્વાનના મોઢામાંથી સંતોષ ને છોડાવવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે સંતોષના માથા પર બાઈટના 5 ઘા હતા. શ્વાને માથા ની બધી ચામડી ચીરી નાખી હતી. ખૂબ ગંભીર રીતે શ્વાને એટેક કર્યો હતો. લોકો દોડી આવ્યા ન હોત તો આજે માસુમ સંતોષ શ્વાનનો શિકાર બની ગયો હોત. એટલું જ નહીં પણ ઘટના બાદ આખા વિસ્તારમાં શ્વાને લઈ ભય નો માહોલ જોવા મળ્યો છે.
શ્વાન રખડતું ઘર નજીક આવી ગયું હતું. હાલ શ્વાન ક્યાં ગાયબ થઈ ગયું એ બાબત ની કશી પણ ખબર નથી. જોકે શ્વાનના હુમલા બાદ અન્ય બાળકો ધ્રુજી રહ્યા છે. હાલ માસુમ સંતોષની સિવિલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરો કહે છે દાખલ કરવું પડશે, સંતોષની હાલત પણ ગંભીર છે એમ જ કહી શકાય છે.