કાર્તિકેય ભટ્ટનાં શિક્ષણ વિષયક લેખ પ્રશસ્ય અને સમયોચિત પણ છે. કોરોના કાળમાં આરોગ્ય સાથે શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે પણ માઠી બેઠી છે. તેમાં યે ખાસ કરી નીચલા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગે ઘણું સહન કરવાનું આવ્યું છે. શિક્ષણની આ ડામાડોળ સ્થિતિ સમસ્તધારણ થતાં હજી બે વર્ષ નીકળી જશે. હાલે કઇ પરીક્ષા લેવાઇ રહી છે તેની ખબર જ પડતી નથી. ગુણવત્તા પર તો મીંડુ મૂકાઇ ગયું છે. પરીક્ષા જેમ તેમ પૂરી કરી રાહતનો શ્વાસ લેવાય છે. લેખમાં સાચી રીતે કહેવાયું છે કે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ જુદી છે. સરકારે શિક્ષણની ગાડી પાટા પર ચડાવવા માટે નિષ્ઠાવાન શિક્ષણવિદો સાથે બેઠકથી સંવાદ યોજી પરિસ્થિતિ રાબેતા મુજબ અને સામાન્ય બનાવવામાં પહેલ કરવી જોઇએ. બાકી વર્તમાન પરિસ્થિતિમાં આપમેળે તેનો ઉકેલ આવવાનો નથી. આરોગ્ય જેટલો જ શિક્ષણનો પ્રશ્ન ગંભીર ગણાય અને જલ્દીથી તે હલ કરવો જોઇએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન.કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શિક્ષણની સમસ્યા આ સરકાર ઉકેલવા માંગે છે ?
By
Posted on