Charchapatra

રાષ્ટ્રપતિ કહે છે તેવું ચૂંટાયેલા પ્રતિનિધિ કરે છે ખરા?

માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીએ ગાંધીનગર મુકામે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગુજરાત વિધાનસભામાં જે વાત આઝાદીના પ્રથમ વર્ષથી જ લાગુ પડતી હતી તે આઝાદીના 75 વર્ષે પણ દોહરાવવા પડી કે, ‘‘ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ પોતાના મત વિસ્તારના લોકોની અપેક્ષાઓ પુરી કરવી જોઈએ.’’હાલમાં જ લગભગ આઠેક ગામોનો સમાવેશ નવાસારી-વિજલપોર નગરપાલિકામાં થયો ને લગભગ એક વર્ષ પછી રહીશોને વર્ષ 2021-22ની નવી ઘરવેરા પાવતી આપી. જેમાં અનેક ભૂલો સહિત લગભગ ત્રણ થી ચાર ગણો વધારે ઘરવેરો ‘A’ગ્રુપના મકાનો ગણી લાગુ પાડ્યો. જે ગામોને કોઈ પણ પ્રકારની સુવિધા જ મળી નથી. તેના પર આટલો બધો ઘરવેરો કેવી રીતે લાગુ પડી શકે? ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ માટે વિજય સરઘસ કે સભાનું જેટલું મહત્ત્વ છે તેનાથી વિશેષ મહત્ત્વ પોતાના મતવિસ્તારના કામો કે અપેક્ષાઓનું પણ બની શકે. એટલે આ રીતે જોતાં જ્યાં સુધી પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી અગાઉનો ઘરવેરો યથાવત રાખવાની લોકોની અપેક્ષા સંતોષવાની માંગ ઊઠી છે.
નવસારી  – કાંતિભાઈ પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top