જયારે અમે એક અમિતાભ ( AMITABH) ના ચાહકને કહયું કે અમિતાભ તો વર્ષોથી વ્હીગ પહેરે છે તો તેમને આઘાત લાગ્યો અને જીદે ચડી ગયા કે એવું હોય જ નહીં. અભિનેતા-અભિનેત્રીઓના ચાહકોને ગમતું નથી કે તેઓ જેને ચાહતા હતા અને ચાહે છે તે હવે વૃધ્ધ થયા છે. ચાહકોની જ શું વાત સ્વયં એ અભિનેતા-અભિનેત્રી પણ છેવટ સુધી પોતાને કાળા વાળવાળા દેખાડવા માંગે છે. માથે ટાલ પડે તો છૂપાવવા મથે છે. રજનીકાંત જેવા સાહસી કહેવાય પણ અમિતાભે એવું નથી કર્યું. ઘણીવાર પોતાના ચાહકોને આઘાત ન લાગે તે માટે ય તેઓ તેવું કરે છે. વળી અમિતાભની સ્ક્રિન એઇજ હજુ ઘડપણ સ્વીકારે તેવી નથી. બાકી તેમને ઉંમર થતાની સાથે સફેદ દાઢી રાખવા માંડી જ હતી. પણ રેખા ( REKHA) હજુ કયારેય સફેદવાળમાં નજરે નથી ચડી પણ ડિમ્પલ કાપડિયા ( DIMPLE KAPDIA) પોતાના સફેદ થયેલા વાળ છૂપાવતી નથી. વહીદા રહેમાન (VAHIDA RAHEMAN) વર્ષોથી સફેદવાળમાં ફરે છે. તેમણે એવો દેખાડો નહોતો કરવો કે હું હજુ કાળા વાળવાળી છું.

પોતાનો હીરો તરીકે સમય વીતી ગયો હોય તેઓ સફેદવાળ રાખી શકે પણ તેવું અનિલ કપૂર જેવા પણ નથી કરતા. હકીકતે તો સલમાન ( SALMAN) , આમીર (AAMIR) , શાહરૂખ (SHAHRUKH) કયારના 50 વર્ષપાર કરી ચૂકયા છે ને તેમને સફેદ વાળ આવી ગયા છે પણ હજુ દેખાડવા માંગતા નથી. તેમને ડર છે કે જો આ રીતે સફેદ વાળ દેખાડીશું તો તેમની ફિલ્મ જોનારા સમજશે કે હવે આ સ્ટાર્સ નિવૃત્ત થવા માંગે છે. જેમ હીરોઇનો બે બાળકો થયા પછી પણ હજુ કુંવારી હોય તેવા દેખાવાના પ્રયાસ કરે એવું જ આ છે. પરંતુ અક્ષયકુમાર (AKSHAY KUMAR) છે જે પોતાના સફેદ થયેલા વાળ બિંદાસ દેખાડે છે. તે તો અત્યારનો વ્યસ્ત સ્ટાર છે તો પણ તેને એવી બીક નથી.

યુવાન દેખાવાનો પ્રસફેદ થયેલા વાળ રાખવા યા તેને કાળા કરાવવા યા માથે પડેલી ટાલને વ્હીગથી છૂપાવવી એ અલબત્ત સાવ અંગત બાબત છે અને ફિલ્મ કલાકારો માટે તો યુવાન દેખાતા રહેવું તેમના ધંધાની પણ જરૂરિયાત હોય છે. દેવ આનંદ છેવટ સુધી યત્ન કરતા. દિલીપકુમારે કદી સફેદવાળ દેખાડયા નથી. આજે જયા બચ્ચન સફેદ વાળમાં ફરે છે એજ રીતે રાખીના માથે લગભગ ટાલ પડી છે પણ તે છૂપાવતી નથી. માધુરી દિક્ષીતે હજુ કાળા વાળમાં જ રહેવું છે.

ઘણીવાર એવું બને છે કે ઉંમર વધવા સાથે અમુક કળાકારો પોતાને ઘરમાં જ પૂરી દે છે. જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ હાજરી આપે છે. મનોજકુમાર જાહેરમાં દેખાતા નથી પણ ધર્મેન્દ્ર કાળા વાળ સાથે જાહેરમાં દેખાય છે. શત્રુઘ્ન સિંહાને કયારના સફેદ વાળ થયા છે પણ તેઓ કાળા દેખાડવાની જીદે ચડેલા છે. પણ મનોજકુમારની જેમ માલાસિંહા જાહેરમાં નથી દેખાતી. આશા પારેખ કયારેક વાળને કાળા કરી લે છે. સૈફ અલીખાનને સફેદવાળ છે પણ તેણે તે દેખાડવા નથી. કરીના ખીજાય જાય! આવું બધું ચાલતું રહેવાનું. ઘડપણ કોને ગમે? એને સ્વીકારવા માટે સાહસ જોઇએ અને ભલભલા સાહસિકો પણ આ સાહસ નથી બતાવતા
