સુરત : શહેરમાં દિવાળી (Diwali) પહેલા શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ (Police) દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ (Combing) હાથ ધરાયું છે. ગઈકાલે રાત્રે પાંડેસરા(Pandesara) પોલીસે (Police) કોમ્બિંગ હાથ ધર્યું હતું. 261 જેટલા કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી.પાંડેસરા વિસ્તારમાં નાખશેનગર તેમજ ગધાનગર જેવા વિસ્તારોમાં મોડી રાત સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં 100 કરતા વધુ પોલીસ કર્મચારીઓની ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. ચેકિંગ દરમિયાન અનેક વાહનોની તપાસ કરવામાં આવી હતી અને હથિયારો પણ તપાસવામાં આવ્યા હતા. અનેક વાહનોની ચેકિંગ કરવામાં આવી હતી તેમજ જે હથિયારો ઝડપાયા હતા. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નાઈટ કોમ્બિંગનું આયોજન
ડીસીપી સાગર બાગમારે જણાવ્યું કે પોલીસ કમિશનરની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નાઈટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં વાહનો ચેકિંગ કરવામાં આવ્યા છે તેમજ એમની પાસેથી હથિયારો મળી આવ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સાથો સાથ જે હિસ્ટ્રી સિટરોની પણ નાકસેન નગર તેમજ અન્ય આસપાસના વિસ્તારોમાં તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડીસીપી, એસીપી, 2 પીઆઈ, 6 પીએસઆઈ અને 65 જેટલા એએસઆઈ, પીસી, એચસી, એલઆર અને વુમન એલઆરની અલગ અળગ ટીમો બનાવવામાં આવી હતી.
નાનપુરા ખંડેરાવપુરામાં પ્રેમ સંબંધમાં બે ભાઈઓ ઉપર જીવલેણ હૂમલો
સુરત: નાનપુરા ખંડેરાવપુરા ખાતે રહેતા બે ભાઈઓ ઉપર આજે સવારે ચાર પાંચ જણાએ જીવલેણ હૂમલો કર્યો હતો. અઠવા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી હતી.અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા માવીયા મોહમદ હબીબ કચ્છી અને તેનો ભાઈ યામીન આજે સવારે રૂદરપુરા પોલીસ લાઈન પાસે આવેલી મસ્જીદમાં નમાજ પડવા ગયા હતા. ત્યાંથી નીકળીને એક ચાની લારી પર ચા પીવા ઉભા હતા. ત્યારે હબીબ ઇસ્માઈલ શેખ, ઇમરાન મુલ્લા, તાહીર મુલ્લા સહિત અજાણ્યાએ આવીને બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો. માવીયાના હબીબની બહેન સાથે પ્રેમ સંબંધ હતા. અને આ વાતની જાણ થતા હબીબની બહેનના લગ્ન તુટી ગયા હતા. આ વાતની અદાવત રાખીને હબીબે માવીયા અને તેના ભાઈ ઉપર જીવલેણ હૂમલો કર્યો હતો. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.