ભરૂચ: દિવાળીના (Diwali) પર્વ નિમિત્તે બજારમાં વેચાતા ફટાકડાઓમાં (Fireworks) હિન્દુ દેવી-દેવતા(Gods) ઓનાં નામથી અને ફોટાવાળા (Photos) ફટાકડાનું વેચાણ બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લાં ઘણાં વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વેચાતા ફટાકડામાં હિન્દુ દેવી-દેવતાઓનાં નામથી અને ફોટાવાળા ફટાકડાનું મોટા પાયે વેચાણ ચાલી રહ્યું છે. જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. ત્યારે એકતા એ જ લક્ષ્ય સંગઠન, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગૌરક્ષા દળ, વિરાટ બજરંગ દળના દીપાલી બારોટ, વિશાલ પટેલ, સંજય પટેલ, ગૌરવ પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કરવામાં આવી હતી.
દેવી-દેવતાઓના નામથી ફોટાવાળા ફટાકડાનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે
હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એવાં દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં દિવાળીના પર્વને ધ્યાને લઈ ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં બજારમાં દિવાળી નિમિત્તે વેચાતા મોટા ભાગના ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટાકડાનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે. જે વહેલી તકે આવા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી, પ્રતિબંધ મૂક્યા બાદ પણ કોઈ વેપારી આ પ્રકારના ફટાકડાનું વેચાણ શરૂ રાખે તો કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અંકલેશ્વર-રાજપીપળા રોડ સમારકામ કરવા કોંગ્રેસ ઉપ પ્રમુખની રજૂઆત
ભરૂચ: ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ બાદ ઠેર ઠેર કેટલાંય સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે. મસમોટા ખાડા પડવાના કારણે વાહનચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં પણ કંઇક આજ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. જ્યાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં મસમોટા ખાડા અને બિસમાર માર્ગો લોકો માટે માથાના દુખાવાસમાન અને મુશ્કેલીસમાન બન્યા છે.
રજૂઆત R&Bના કાર્યપાલક એન્જિનિયર અંકલેશ્વરને કરવામાં આવી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ગુલામ સિંધા દ્વારા એક રજૂઆત R&Bના કાર્યપાલક એન્જિનિયર અને નોટિફાઇડ એરિયા અંકલેશ્વરને કરવામાં આવી હતી. જેમાં તેઓએ માંગ કરી હતી કે, O.N.G.C. ઓવર બ્રિજ અંકલેશ્વરથી શરૂ થતાં રાજપીપળા રોડ ઉછાલી સુધીના માર્ગો જે તદ્દન બિસમાર બન્યા છે, જેને તાત્કાલિક રિપેરિંગ હાથ ધરી સારા કરવામાં આવે.