સુરત: સુરતમાં દિવાળીની (Diwali) તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરત સ્વર્ણિમ ગુજરાતની (Swarnim Gujarat) ટીમએ આ દિવાળીને અનોખી રીતે ઉજવવા નવી પહેલ કરી છે. જેના અંતર્ગત ટીમ રાજસ્થાનની (Rajasthan) જેસલમેર (Jaisalmer) સરહદ જવા રવાના થઈ છે. જ્યાં તેઓ સૈનિકોને ગિફ્ટ (Gift) અને મિઠાઈયો (Sweets) આપી દિવાળીની ઉજવણી કરશે સાથે 1100 વૃક્ષોનું (Tree) વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો (Save Environment) સંદેશ પણ આપશે. આ મિશનને ‘સુરતથી સરહદ સુધી’ નામ આપવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ સ્વર્ણિમ ગુજરાત સુરતની ટીમ દિવાળીનાં તેહવારની ઉજવણી કરવા જેસલમેર રાજસ્થાન જવા રવાના થઈ છે. આ ટીમ સૈનિકોને મીઠાઈ અને ગિફ્ટ આપી ઉજવણી કરશે અને પર્યાવરણની જાગૃતિ માટે 1100 વૃક્ષોનું વાવેતર કરશે. સાથે સાથે સરદાર પટેલનાં સ્ટેચ્યુનું અનાવરણ કરશે. સુરત સે સરહદ તકની યુક્તિને સાકાર કરવા આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમનાં 11 મેમ્બરો દિવાળીની ઉજવણી કરવા જેસલમેર રાજસ્થાન બોર્ડર ઉપર જવા રવાના થયા છે. આ પ્રોગ્રામની માહિતી આપતા સંસ્થાનાં પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે દેશનાં સીમાડા સાચવતા આપડા જવાનો સાથે અમારી ટીમનાં 10 સભ્યો જેસલમેર રાજસ્થાન બોર્ડર પર જઈને સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરશે.
સંસ્થાના પ્રમુખ બિરલાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સૈનિકોને 1200 પેકેટ મીઠાઇ 1000 જોડી ડેઝર્ટ ગોગલ્સ તેમજ 1000 કેપ આપીને તહેવારોની ઉજવણી કરવામાં આવશે. તેમજ રાજસ્થાનનાં રણની ભીષણ ગરમી સામે રક્ષણ આપવા માટે 20 ચોકી પર તેનાત આપણા જવાનોને ગરમીમાં રાહત થાય તે માટે 20 એર કૂલર પણ આપવામાં આવશે.
50 ડિગ્રીની ભયંકર ગરમીમાં શેકાતા રાજસ્થાનમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે 1100 વૃક્ષો વાવીને પર્યાવરણની જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી જયંતિ ભાઈ રામોલિયા, જયરાય વિરાણી, હાસ્યકાર દિલીપ વરસાની શહેર ભાજપ ઉપ્રમુખ લક્ષ્મણ ભાઈ કોરાટ, એંકર વી એફ કુંનડીયા, કલ્પેશ ભાઈ બોરડ, રમેશ ભાદાણી, ભીખુભાઈ ટીબડીયા, સંજય સીગાલા વગેરે જોડાયા હતા. સાથે આ કાર્યક્રમમાં ઉપ પ્રમુખ ડો મધુકાંત ગોંડલિયા, ટ્રસ્ટી હરેશ માંગરોલિયા, બાબુ વેકરીયા, ઘનશ્યામ પાધરા વગેરે પણ જોડાયા હતા.