World

યુદ્ધ વચ્ચે પુતિનની દીકરી પર મોટી આફત તૂટી પડી, પરિવારને સિક્રેટ મહેલમાં સંતાડવો પડ્યો

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમનો પરિવાર સતત ચર્ચામાં રહે છે. જો કે યુદ્ધ વચ્ચે પુતિનની પુત્રી મારિયાના લગ્ન તૂટી ગયા ની વાત સામે આવી છે. પુતિનની પુત્રી મારિયા તેન પતિ તેનાથી અલગ થઈ ગઈ છે. મારિયાના લગ્ન એક ડચ બિઝનેસમેન સાથે થયા હતા. મારિયાને બાળકો પણ છે.

  • યુદ્ધ વચ્ચે પુતિનનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે, ડોક્ટર દીકરી મારિયાના લગ્નનાં લગ્ન જીવનમાં ભંગાણ
  • મારિયાના લગ્ન એક ડચ બિઝનેસમેન સાથે થયા હતા
  • અગાઉ પુતિનની ગર્લફ્રેન્ડને લઈને હોબાળો થયો હતો, પુતિને પોતાના પરિવારને સિક્રેટ મહેલમાં સંતાડી દીધો

રિપોર્ટ અનુસાર, જે સમયે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયાની જાસૂસી સંસ્થા KGBમાં હતા, તે જ સમયે તેમની પુત્રી મારિયાનો જન્મ થયો હતો. મારિયા બાળકોમાં દુર્લભ આનુવંશિક રોગોની ડૉક્ટર છે. ડો. મારિયા વોરન્ટોસોવાના લગ્ન પશ્ચિમી દેશમાં થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્ટ પીટર્સબર્ગમાં એક વિશાળ સુપર આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, જેમાં પુતિનની ડૉક્ટર પુત્રીનો મોટો ભાગ છે.

છૂટાછેડાનું કારણ અકબંધ
એક રીપોર્ટ મુજબ પુતિનની પુત્રી ડો. મારિયા વોરોન્ટ્સોવા હવે તેના ડચ ઉદ્યોગપતિ પતિ જોરીટ ફાસેનથી અલગ થઈ ગઈ છે અને બંને છૂટાછેડા લઈ ચૂક્યા છે. જો કે, પુતિનની પુત્રીએ શા માટે છૂટાછેડા લીધા અને શું યુક્રેન યુદ્ધને કારણે થયું તે અંગે વધુ માહિતી આપવામાં આવી નથી.

પુતિનની ગર્લફ્રેન્ડને લઈને પણ થયો હતો હોબાળો
જોકે, એક હકીકત એ પણ છે કે પુતિનના અંગત જીવન વિશે બહુ ઓછી માહિતી બહાર આવી છે. પુતિન પહેલેથી જ એક વખત કહી ચૂક્યા છે કે મારું અંગત જીવન છે જેમાં હું કોઈને દખલ કરવાની મંજૂરી આપતો નથી અને તેનું સન્માન કરવું જોઈએ.

પરિવારને સીક્રેટ મહેલમાં મોકલી દેવાયો
યુદ્ધ વચ્ચે એવા સમાચાર પણ આવ્યા હતા કે રશિયાના રાષ્ટ્રપતિએ પોતાના પરિવારને એક AC અંડરગ્રાઉન્ડ જગ્યાએ મોકલી દીધા છે જ્યાં પરમાણુ હથિયાર પણ તેમનું કંઈ ન બગાડી શકે. રશિયાના એક પ્રોફેસરે આ દાવો કરતા કહ્યું હતું કે પુતિને પોતાના પરિવારને સાઈબેરિયાની એક સીક્રેટ જગ્યાએ મોકલી દીધાં છે.

Most Popular

To Top